મોરની નીચે રહેલા ઈંડાને ચોરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો આ ચોર, ત્યારે જ ઉડીને આવ્યો મોર અને કર્યું એવું કે… જુઓ હેરાન કરી દેનારો વીડિયો

દરેક માતા પિતાને પોતાના સંતાનો પ્રત્યે ખુબ જ પ્રેમ હોય છે, માત્ર માણસો જ નહિ પરંતુ પશુ પક્ષીઓ પણ પોતાના બચ્ચાને ખુબ જ પ્રેમ કરતા હોય છે. આપણે ઘણા પશુ પક્ષીઓને જોયા હશે જે પોતાના બચ્ચા ઉપર કોઈ આંચ આવવાની હોય તો તરત તેનો સામનો કરવા લાગી જાય છે. તે ઈંડાની પણ ખુબ જસારી રીતે રક્ષા કરતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ મોરની નીચે રાખવામાં આવેલા ઈંડા ચોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ ત્યારે જ મોર આવી અને તેને એવો સબક શીખવાડે છે કે તે જીવનભર યાદ રાખશે. આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ ઈંડા ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેવો માણસ મોરની નીચેથી ઈંડા ચોરવા લાગે છે કે અચાનક પાછળથી આવતો મોર તેના ઉપર જોરદાર હુમલો કરે છે. મોરનો હુમલો એટલો ખતરનાક હોય છે કે વ્યક્તિ દૂર સુધી પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by natural video (@beautiffulgram_to)

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને નિહાળી પણ લીધો છે. આ ઉપરાંત ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે, સાથે જ ઈંડા ચોરવા આવેલા આ વ્યક્તિ ઉપર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું. જોતા તો એવું લાગે છે કે આ ઈંડા મોરના નથી.

Niraj Patel