એક તરફ, નિયમોનું પાલન નથી થયું એટલે RBI એ પેટીએમ પેમેન્ટ બેંક પર 29 ફેબ્રુઆરીથી નવી ડીપોઝીટ લેવા પર બેન કર્યું છે તો બીજી બાજુ આને કારણે ભીમ, ગૂગલ પે અને ફોન પે જેવી એપ્સના ડાઉનલોડમાં 20% થી 50% વધારો થયો છે.
જો કે, પેટીએમની 97 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં 11 લાખથી વધુ રિટેલ અને 500 ફોરેન ઈન્વેસ્ટરોને ભારે નુકસાન થયું છે. ગયા મહિને રિલીઝ થયેલા ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિદેશી રોકાણકારોએ પેટીએમમાં હિસ્સો વધાર્યો હતો.
છેલ્લા ૪ દિવસમાં પેટીએમના શેરમાં ૪૦%થી વધુનો ઘટાડો થયો છે. જોકે, મંગળવારે તેના શેર 3.26% વધ્યા હતા. ડિસેમ્બર 2023માં વિદેશીઓએ 31,959 કરોડ આપણા માર્કેટમાં નાખ્યા હતા અને ભયાનક વાત એ છે કે જાન્યુઆરીમાં 35,977 કરોડ કાઢી લીધા છે.
મીડિયામાં ન્યુઝ આવેલા હતા કે વિજય શેખર શર્મા અને કંપનીના અન્ય બોર્ડ સભ્યો RBI ના ઓફિસર્સને મળ્યા છે અને પેટીએમ પેમેન્ટ બેંક પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમયમર્યાદા ૨૯ ફેબ્રુઆરીથી લંબાવવા વિનંતી કરી છે. ઉપરાંત, કંપનીએ વોલેટ બિઝનેસ અને ફાસ્ટેગમાં લાયસન્સ ટ્રાન્સફરની સ્થિતિ અંગે આરબીઆઈ પાસેથી સ્પષ્ટતા માંગી છે.
તમને જણાવી દઈએ કે 29મી ફેબ્રુઆરી 2024 પછી ફાસ્ટેગ સેવા બંધ થઈ જશે અને 1 માર્ચથી રિચાર્જ નહિ થાય મતલબ તમે પેટીએમ એપનો ઉપયોગ કરીને ટોલ પ્લાઝા પર પેમેન્ટ કરી શકશો નહીં. જો કે, તમે ફાસ્ટેગમાં બેલેન્સનો ઉપયોગ કરી શકશો. ગ્રાહકો ગૂગલ પેય, ફોન પે જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ફાસ્ટેગ રિચાર્જ કરી શકે છે.
પેટીએમમાં કુલ 68 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રૂ. 1995 કરોડનું એક્સપોઝર છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2023 ની વચ્ચે, મ્યુચ્યુઅલ ફંડ્સે આ કંપનીમાં તેમની હોલ્ડિંગમાં કુલ 77% વધારો કર્યો છે. આ કંપનીમાં નિષ્ક્રિય યોજનાઓની સરખામણીમાં સક્રિય યોજનાઓમાં વધુ ફાળવણી છે.
Paytm માં સૌથી વધુ એક્સપોઝર ધરાવતા સક્રિય ફંડ્સ વિશે વાત કરીએ તો, UTI Innovation Fund યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ 4.8% છે. આ ઉપરાંત, Quant Mutual Funds પાસે બે સ્કિમમાં કુલ 6.43% હિસ્સો છે. બ્રોકરેજ ફર્મના રિપોર્ટમાં આ માહિતી મળી છે.
Helios -2.0%
Mirae- 0.7%
Mahindra- 0.6%
Bajaj- 0.5%
Quant- 0.4%