બે બે બૈરીઓ ગર્ભવતી હતી, એકે જન્મ આપી દીધો, હવે અરમાન મલિકની પહેલી પત્ની પાયલ હોસ્પિટલ પહોંચી, આવી હાલત જોઈને રડી પડશો- જુઓ

મશહૂર યૂટયૂબર અરમાન મલિક તેની લાઇફસ્ટાઇલ અને તેની બે પત્નીઓને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી તે ચર્ચામાં છે. પહેલા બંને પત્નીઓના એકસાથે પ્રેગ્નેટ થવાને લઇને અને હાલમાં બીજી પત્ની કૃતિકાના ક્યુટ દીકરાને જન્મ આપવાને લઇને તે ચર્ચામાં છે. ત્યારે હવે અરમાનની પહેલી પત્ની પણ જલ્દી જ તેના જુડવા બાળકોને જન્મ આપવાની છે.

હાલમાં અરમાનની પહેલી પત્ની પાયલની તબિયત અચાનક બગડી ગઇ હતી અને જેને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. આ જાણકારી અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે એક વીડિયો દ્વારા શેર કરી હતી. હાલમાં પાયલની તબિયત બગડતા કૃતિકા તેને લઇને હોસ્પિટલ પહોંચી હતી. જો કે, હવે પાયલ ઠીક છે અને કૃતિકાએ તેના વ્લોગમાં પાયલની ડિલિવરી તારીખનો ખુલાસો કર્યો છે.

અરમાન મલિકની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવેલા નવા વ્લોગમાં પાયલ થોડી પરેશાન દેખાય છે કારણ કે તેની તબિયત થોડી ખરાબ છે. અરમાનનું કહેવું છે કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને પાયલની હાલત જોઈને અરમાને નિર્ણય લીધો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. આ પછી, પાયલ વીડિયોમાં કહ્યું કે તે પ્રેગ્નેંલીની સ્થિતિ સારી છે કે નહીં તે તપાસવા માટે હોસ્પિટલ જશે અને તે પછી તે ડૉક્ટરને આજે કે કાલે ડિલિવરી કરાવવાનું કહેશે.

જો કે, ડોક્ટરે તેને થોડા દિવસ રાહ જોવાનું કહ્યુ છે. પાયલ આઠ મહિનાની ગર્ભવતી હોવાથી ડૉક્ટરે તેને નેબ્યુલાઈઝર લેવાની સલાહ આપી કારણ કે તેની ડિલિવરી તેનો આઠનો મહિનો પૂર્ણ થાય પછી જ થવી જોઈએ. ડોકટરો સમગ્ર સમસ્યા જાણવા માંગતા હોવાથી તેને લેબર રૂમમાં પણ તપાસ માટે લઈ જવામાં આવી હતી. પાયલની સી-સેક્શન ડિલિવરી થવાની છે અને તે બે છોકરાઓને જન્મ આપવાની રાહ જોઈ રહી છે.

જો કે તે ખૂબ દર્દમાં હતી, અને તેણે તેના જોડિયા બાળકો સાથે કોઈ જોખમ ન લેવાનું નક્કી કર્યું અને એટલે જ ડોક્ટરના કહ્યાનું તે પાલન કરી રહી છે. કૃતિકા વીડિયોમાં જણાવી રહી છે પાયલની ડિલિવરી 4-5 દિવસમાં એટલે કે 22 એપ્રિલે થવાની છે. જણાવી દઇએ કે, પાયલ જોડિયા બાળકોને જન્મ આપવાની છે.

તેને પહેલેથી જ એક પુત્ર છે, જેનું નામ ચીકુ એટલે કે ચિરાયુ છે. ત્યાં કૃતિકાએ હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે અને તેનું નામ ઝૈદ રાખવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ફેમસ યૂટયૂબર અરમાન મલિકે વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા અને બંને એક દીકરા ચિરાયુના માતા-પિતા બન્યા હતા.

પાયલ કેટલાક કોમ્પ્લીકેશન્સને કારણે નેચરલ રીતે પ્રેગ્નેંસી કરવામાં સક્ષમ નહોતી જેને કારણે તેણે IVFની મદદથી પ્રેગ્નેંસી કંસીવ કરી અને હવે તે બસ ગણતરીના દિવસોમાં જુડવા બાળકોને જન્મ આપવાની છે.

Shah Jina