જિમ ટ્રેનરની બોડી ઉપર પાગલ હતી ડોક્ટરની પત્ની, પછી આ રીતે જિમ ટ્રેનરને રસ્તામાંથી સાફ કરવાનું કર્યું પ્લાનિંગ, જાણો કોને કરી હતી મદદ

સ્વરૂપવાન પરિણીતા જ નીકળી માસ્ટરમાઈન્ડ, જીમ ટ્રેનર સાથેના લફરામાં જુઓ…

પટનાની અંદર જિમ ટ્રેનર ઉપર થયેલા હુમલામાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ જિમ ટ્રેનર અને ડોક્ટરની પત્ની ખુશ્બુ સિંહની અત્રંગી તસ્વીરો પણ સામે આવી હતી તો હાલ એવો પણ ખુલાસો થઇ રહ્યો છે કે જિમ ટ્રેનર વિક્રમની બોડી ઉપર ખુશ્બુ પાગલ હતી. પરંતુ હવે તેને જિમ ટ્રેનરને રસ્તામાંથી કાઢવા માટે તેને મારવાનું કાવતરું ઘડી નાખ્યું.

આ કેસમાં એ પણ સામે આવી રહ્યું છે કે ખુશ્બુ અને વિક્રમ બંને એકબીજાનો પીછો છોડાવવા માંગતા હતા, પરંતુ બંને એક બીજાને છોડી નહોતોએ શકતા જેના કારણે જ ખુશ્બુએ વિક્રમની હત્યા કરવાનું કાવતરું રચી નાખ્યું અને આ વિક્રમ ઉપર ધડાધડ ગોળીઓ ચલાવનારાનો પણ ખુલાસો થયો છે, આ માટે ખુશ્બુએ તેના જુના બોયફ્રેન્ડની જ મદદ લીધી હતી.

વિક્રમને રસ્તામાંથી હટાવવા માટે ખુશ્બુએ તેના પહેલા પ્રેમી મીહિરનો સંપર્ક કર્યો અને તેના દ્વારા અમન નામના શૂટરને સુપારી આપી દીધી. સોપારી માટેની રકમઅઢી લાખ રૂપિયા નક્કી થઇ હતી. બે મહિના સુધી રેકી કર્યા બાદ શૂટરે ઘટનાને અંજામ આપ્યો. પરંતુ જિમ ટ્રેનર તેમાં બચી ગયો અને તેને ખુશ્બુ તેમજ તેના પતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી.

જિમ ટ્રેનર વિક્રમ સિંહ ઉપર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિક્રમને બે ગોળી હાથ ઉપર, બે ગોળી પગમાં અને એક ગોળી તેની પીઠમાં વાગી હતી. લોહીથી લથબથ વિક્રમ સિંહ જાતે જ સ્કૂટી ચલાવી અને પીએમસીએચ પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેના શરીરમાંથી પાંચ ગોળીઓ બહાર કાઢી નાખી હતી જયારે એક ગોળી તેની કમરમા જ ફસાઈને રહી ગઈ હતી.

થોડા દિવસ પહેલા એ પણ સામે આવ્યું હતું કે જિમ ટ્રેનર વિક્રમને અઢી મહિના પહેલા જ ધમકી મળી હતી. જેનું એક કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. વિક્રમને મળેલી ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, “હમણાં જ આવીને મારી નાખીશું.” આ ધમકી આપવા વાળા લોકો કોઈ બીજા નહિ પરંતુ પટનાના ફેમસ ફિજીયોથેરાપીસ્ટ ડો. રાજીવ કુમાર સિંહ અને તેની પત્ની ખુશ્બુ સિંહ હતા. ડો. રાજીવે કહ્યું કે, “બે મિનિટનું કામ છે આ મર્ડર ફર્ડર યાર.” જિમ ટ્રેનર વિક્રમ સિંહ ઉપર થયેલા જીવલેણ હુમલામાં રવિવારે દિવ્ય ભાસ્કરની ટીમને એક 2 મિનિટ 9 સેકેંડનો ઓડિયો મળ્યો હતો. આ ઓડિયો લગભગ અઢી મહિના જૂનો જણાવવામાં આવી રહ્યો છે.

રાજીવ સિંહની પત્ની ખુશ્બુ અને જીમ ટ્રેનર વિક્રમ વચ્ચે 9 મહીના દરમિયાન 1100 વાર મોબાઇલ પર વાતચીત થઇ છે. આ વાતચીત આધારે ડોક્ટરની પત્ની અને જીમ ટ્રેનરની વચ્ચે સંબંધને લઇને અલગ અલગ સવાલ ઉઠી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર, પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે, બંને એકબીજાને પહેલેથી જ જાણતા હતા અને આ વાતની ભનક ડો.રાજીવ કુમારને લાગી ગઇ હતી.

આ પહેલા પણ વિક્રમ ઉપર થોડા મહિના પહેલા જીવલેણ હુમલો થયો હતો, તેના ઉપર બ્લેડથી વાર કરવામાં આવ્યા હતા. જેના કારણે ખભા પાસેનો ભાગ થોડો કપાઈ ગયો હતો અને તેને તે સમયે 14 ટાંકા પણ લાગ્યા હતા. નજીકના લોકોનું માનીએ તો તે સમયે વિક્રમ કઈ બોલી શકતો નહોતો, પરંતુ જયારે એક દિવસ અચાનક ખુશ્બુ તેના ઘરે આવી અને હોબાળો પણ કરવા લાગી. ત્યારે જઈને વિક્રમે તેની ચુપ્પી તોડી. જેના બાદ વિક્રમે જણાવ્યું હતું કે ખુશ્બુએ જ તેના શરીર ઉપર બ્લેડથી વાર કર્યો હતો. તેને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો.

જિમ ટ્રેનર વિક્રમ સિંહે પોલીસને જણાવ્યું હતું કે તે ડોક્ટર રાજીવ સિંહને જિમ શીખવાડવા માટે જતો હતો. ત્યાંથી જ ડોક્ટરની પત્ની સાથે વાતચીત શરૂ થઇ. મને કઈ સારું ના લાગ્યું અને એટલે જ થોડા સમયમાંથી જ ત્યાંથી ખસવા માંગતો હતો. તેને છોડવા માંગી તો તે મને બ્લેકમેઇલ કરવા લાગી. ક્યારેકે આપઘાત કરી લેશે તો ક્યારેક કંઈક બીજું. ધીમે ધીમે ત્યાંથી નીકળતો ગયો.

વિક્રમે એમ પણ જણાવ્યું કે ખુશ્બુ સિંહ મારી સાથે બળજબરીથી સંબંધ બનવવા માંગતી હતી. પરંતુ હું આવું નહોતો ઈચ્છતો. મને બ્લેકમેઇલ કરવામાં આવ્યો. તેને કહ્યું કે ઘરે જઈને હોબાળો મચાવશે. ડરનો માર્યો હું તેની સાથે રહ્યો. મારા જીમમાં આવીને એક એક મહિના સુધી બેસી રહેતી. મેં રાજીવ સાહેબને બે વાર ફોન કરીને જણાવ્યું. તેમને કહ્યું કે સાહેબ મને મેડમ હેરાન કરી રહ્યા છે. તો તેમને કહ્યું કે સાબિતી લઈને આવ પછી જોઈએ છીએ.

Niraj Patel