રાજકોટમાં 4 હજાર રૂપિયા માટે ખેલાયો ખૂની ખેલ, મિત્રએ ઉછીના આપેલા પૈસા પાછા માંગ્યા તો મળ્યું દર્દનાક મોત, જાણો સમગ્ર મામલો

પટેલ યુવાને ઉછીના આપેલા રૂ. 4,000 પરત માંગતા મળ્યું મોત, ઉછીના રૂપિયા આપીને સેવા કરતા લોકો સાવધાન….

ગુજરાતમાં ગુન્હાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે અને તેમાં પણ સુરત અમદાવાદ અને રાજકોટ જેવા શહેરો મોખરે આવવા લાગ્યા છે, રોજ રોજ કંઈક એવી હચમચાવી દેનારી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને લોકોમાં ડરનો માહોલ ફેલાઈ જતો હોય છે, હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં 4000 રૂપિયા જેવી નાની રકમ માટે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. (તસવીર સૌજન્ય: ન્યુઝ 18 ગુજરાતી)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના અમીન માર્ગ ઉપર બે દિવસ પહેલા સાંજના સમયે એક 33 વર્ષીય યુવાન મૌલિક કાકડીયા ઉપર છરીના ઘા વરસાવવામાં આવ્યા હતા, જેના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં યુવાને દમ તોડી દેતા આખો મામલો હત્યામાં પલટાયો હતો. ત્યારે આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

મળી રહેલી વધુ માહિતી અનુસાર મૃતક મૌલિકે હાર્દિકસિંહ જાડેજા નામના એક વ્યક્તિને 4 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. મૌલિકે રૂપિયાની ઉઘરાણી કરતા હાર્દિક ગુસ્સે ભરાઈ ગયો હતો અને તેના મિત્ર દીપ લાખિયા સાથે મળીને ગત બુધવારના રોજ સાંજના સમયે અમીન માર્ગ ઉપર મૌલિકને છરીના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ માલવીયાનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને આરોપીઓને સંકજામાં લીધા હતા. ઉપરાંત ઘાયલ મૌલિકને રાજકોટ શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બે દિવસ ચાલેલી સારવાર બાદ મૌલિકે દમ તોડી દેતા આખો મામલો હત્યામાં ફેરવાઈ ગયો હતો. જેના બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 307ની જગ્યાએ 302 ઉંમરે ગુન્હો નોંધ્યો હતો.

Niraj Patel