PSIની વિદાયમાં રાજકોટનું આ આખું પાટણવાવ ગામ હીબકે ચઢ્યું, ઢોલ-નગારા અને રૂપિયાનો વરસાદ કરીને રડતી આંખોએ આપી વિદાય, જુઓ વીડિયો

વિદાય પ્રસંગ હંમેશા આંખોમાં આંસુઓ લાવનારો હોય છે. એ પછી કન્યા વિદાય હોય કે સ્કૂલમાં કોઈ શિક્ષકની વિદાય. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં રાજકોટના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના PSIની વિદાય થતા આખું ગામ હીબકે ચઢેલું જોવા મળ્યું હતું, આ નજારો જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ આવી જાય તેમ હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ગુજરાતના ઘણા બધા ખાતામાં બદલીઓ થઇ રહી છે. ત્યારે પોલીસ ખાતામાં પણ બદલીઓ થતી જોવા મળી રહી છે, જેના કારણે ધોરાજીના પાટણવાવમાં આવેલા પોલીસ સ્ટેશનના PSI વાય.બી. રાણાની પણ હાલમાં બદલી થઇ. ત્યારે તેમના વિદાય સમારંભમાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

પાટણવાવ ગામના લોકોએ રાણા સાહેબના ભવ્ય વિદાય સંભારભનું આયોજન કર્યું હતું. જેમાં પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ગ્રામજનો દ્વારા ભીની આંખે રાણા સાહેબને વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન ગામ લોકોએ ઢોલ નગારા અને રૂપિયાનો વરસાદ કરીને રાણા સાહેબને વિદાય આપી હતી. ગામના લોકો પણ રાણા સાહેબને ભેટીને રડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન PSI રાણા સાહેબ પણ પોતાની આંખોના આંસુઓ રોકી શક્યા નહોતા.

ગ્રામજનો અને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જયારે ફરજ દરમિયાન PSI રાણા સાહેબ જે જીપમાં બેસીને ફરજ બજાવતા હતા. તે જીપને પણ ફૂલોથી શણગારવામાં આવી હતી. આ દરમિયાન ઢોલ નગારાના તાલ ઉપર ગ્રામજનો અને પોલીસ સ્ટાફ દ્વારા ડાન્સ પણ કરવામાં આવ્યો હતો સાથે જ આંખોમાં આંસુઓ સાથે વિદાય પણ આપવામાં આવી હતી.

ગ્રામજનો પણ પીએસઆઇ રાણા સાહેબની વિદાયથી ખુબ જ દુઃખી થયા હતા, અને તેમને એમ પણ જણાવ્યું થયુ કે રાણા સાહેબ જેવો અધિકાર આજ સુધી પાટણવાવમાં આવ્યો નથી, ગ્રામલોકોએ આજ પહેલા કયારેય આવો વિદાય સંભારભ નથી જોયો, જેમાં કોઈ પોલીસ અધિકારીની આ રીતે વિદાય આપવામાં આવી હોય.

પીએસઆઇ રાણા સાહેબના મિત્ર ચંદ્રેશ ઠુંમરે આવનારા ઉજ્વવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી

ઘણા લોકોની પોલીસ વિશેની માન્યતાથોડી જુદી હોય છે. ઘણા લોકોની નજરમાં પોલીસ વિશેની છાપ પણ ખુબ જ ખરાબ હોય છે, પરંતુ પાટણવાવમાં પીએસઆઇ રાણા સાહેબની આ વિદાય સામાન્ય લોકો માટે પણ એક સંદેશ સમાન છે. તેમને પાટણવાવમાં પોતાની ફરજ દરમિયાન ના માત્ર લોકોની રક્ષા કરી છે પરંતુ લોકો માટે એવા એવા કામ પણ કર્યા છે જેના કારણે આજે તેમના વિદાય સમયે આખું ગામ રડી પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેમાં કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય અને મંડપ તેમજ વરરાજા માટે ગાડી શણગારવામાં આવતી હોય તેમ જ પાટણવાવનું પોલીસ સ્ટેશન ફૂલો અને મંડપથી શણગારવામાં આવ્યું થયુ, પીએસઆઇ રાણા સાહેબ જે ગાડીમાં બેસીને ફરજ બજાવતા એ ગાડીને વરરાજાની ગાડીની જેમ ફૂલોથી શણગારવામાં આવી અને ઢોલ નગારા સાથે તેમનો ભવ્ય વરઘોડો પણ યોજવામાં આવ્યો હતો.

Niraj Patel