પતંજલિએ લોન્ચ કરી કોરોનાની નવી દવા, રામદેવનો દાવો – ‘કોરોનાની અમારી આ નવી દવા WHO સર્ટિફાઇડ છે.’

યોગગુરૂ બાબા રામદેવે આજે કોરોનાની નવી દવા લોન્ચ કરી છે. પતંજલિનો દાવો છે કે, આ નવી દવા સાક્ષ્યો પર આધારિત છે. નવી દવા લોન્ચ સમયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.

Image source

પતંજલિની આ નવી દવાનું નામ પણ “કોરોનિલ” જ છે. પતંજલિનું કહેવું છે કે, હવે કોરોનિલ ટેબલેટથી કોરોનાની સારવાર થશે.

પતંજલિની કોરોનાની દવા લોન્ચના અવસર પર બાબા રામદેવે કહ્યુ કે, મોદી સરકારનું કામ 6 લાખ 38 હજાર ગામોની જમીન પર દેખાય છે. તેમણે લોન્ચ અવસર પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની પ્રશંસા કરતા કહ્યુ કે, તેમણે હરિદ્વારથી દિલ્હીનો રસ્તો 6 કલાકથી 3 કલાક કરી દીધો.

Image source

બાબા રામદેવે દાવો કર્યો છે કે, પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની આ દવા WHO સર્ટિફાઇટ છે. દાવો છે કે, WHOએ તેને “ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ” GMPનું સર્ટિફિકેટ આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે. પતંજલિએ ગયા વર્ષે જૂનમાં કોરોના કિટ લોન્ચ કરી હતી અને તેના પર ખૂબ વિવાદ થયો હતો. આયુષ મંત્રાલયે કહ્યુ છે કે, પતંજલિ “કોરોનિલ” શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના રૂપમાં વેચી શકે છે. રામદેવે “કોરોનિલ”ને કોવિડ-19ની દવાના રૂપમાં લોન્ચ કરી હતી પરંતુ વિવાદ વધતા તેને બીમારીની અસર ઓછી કરવાની દવા કહેવા લાગ્યા.

Image source

બાબા રામદેવે કહ્યુ કે, કેટલાક લોકો દવા બનાવે છે વેપાર માટે અને અમે દવા બનાવી છે ઉપકાર અને ઉપચાર માટે. તેમણે કહ્યુ કે, હું ઇચ્છુ છું એક સમય બાદ WHOની હેડ ઓફિસ ભારતમાં બની જાય.

આ અવસર પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ ચમત્કાર સિવાય કોઇ નમસ્કાર થતો નથી. તેમણે કહ્યુ કે, સતત રિસર્ચ કરવું એ સમયની આવશ્યકતા છે.

Shah Jina