ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં પાટણના સમી તાલુકામાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સમીના ઝીલવાણા અને કઠીવાડા વચ્ચે આ દુર્ઘટના બની હતી, જેમાં બે કાર અને એક ઈક્કો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા વાહનોના પરખચ્ચા ઉડી ગયા હતા.
આ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બે કાર અને એક ઈક્કો એકબીજા સાથે અથડાઈ, જેના કારણે કારમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં ઠાકોર રમેસજી ડુંગરભાઈ અને રબારી ભીખાભાઇ પુંજાભાઈનો સમાવેશ થાય છે, જે બંને શંખેશ્વર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.
આ અકસ્માતમાં બે ઘાયલોની સારવાર ચાલી રહી છે. અકસ્માતને કારણે ટ્રાકિફજામ થતા ઘટનાની જાણ થતા પહોંચેંલી સમી પોલીસે ટ્રાફિકને હળવો કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.