પાટણમાં “મારો છોકરો મરી ગયો, મારો ભાણિયો મરી ગયો” ફોઈના હૈયાફાટ રુદન વચ્ચે ગમગીન બન્યો માહોલ, માતાએ દીકરા સાથે લગાવી મોતની છલાંગ

દેશભરમાં આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે પોતાનું જીવન ટૂંકાવી લે છે તો ઘણા લોકો પારિવારિક સમસ્યાના લીધે પણ જીવન ટૂંકાવી લેતા હોય છે, મહિલાઓ પણ ઘણીવાર સાસરિયાના ત્રાસથી આપઘાત કરતી હોવાની ઘટનાઓ સામે આવે છે, ઘણી મહિલાઓ પોતાના બાળકો સાથે પણ આપઘાત જેવું ભયાનક પગલું ભરે છે.

ત્યારે હાલ એવો જ એક મામલો પાટણમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાના દીકરા સાથે આજે સવારે 9:45 કલાકે પાટણના ખાન સરોવરમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક મહિલા અને માસુમ બાળકને 108 મારફતે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ અઢી વર્ષના માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દરમિયાન પોતાના વ્હાલસોયા ભંત્રીનાના નિધનથી તેના ફોઈ ઉપર દુઃખોનો આભ તૂટી પડ્યો હતો અને તેમનું હૈયાફાટ રુદન ત્યાં ઉપસ્થિત સૌ લોકોના કાળજા કંપાવી દે તેવું હતું. ફોઈ રડતા રડતા પોતાનું “મારો છોકરો મરી ગયો, મારો ભાણિયો મરી ગયો” કહી રહ્યા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પાટણની યસ ટાઉનશીપમાં રહેતા ચેતનાબેન નાઇએ કોઈ અગમ્ય કારણોસર પોતાના અઢી વર્ષના પુત્ર શિવ સાથે ખાન સરોવરમાં ઝંપલાવી મોતને વહાલું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ માસુમ શિવ તેમાં મોતને ભેટ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારના સભ્યો અને પોલીસ પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. (તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Niraj Patel