પાટણમાં મહિલાએ કહ્યું, મારે બેંકમા ખાતું ખોલાવીને લોન લેવી છે, પછી વ્યક્તિને એકાંતમાં બોલાવીને બીભત્સ કામ…..

પાટણમાં નામચીન વ્યક્તિને લોન માટે ફોન આવ્યો, 2 યુવતીઓએ હસીન સપના દેખાડીને બીભત્સ હરકત…જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણી મહિલાઓ કે યુવતિઓ દ્વારા યુવકો અને આધેડને ફસાવી અને બ્લેકમેઇલ કરી હજારો-લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. ત્યારે હાલ પાટણમાંથી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હારિજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને હનીટ્રેપમાં એક ટોળકી દ્વારા ફસાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વ્યક્તિ પાસેથી ટોળકીએ લાખો રૂપિયા પણ પડાવ્યા હતા. આ મામલે પોલિસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે બાદ પોલિસે કાર્યવાહી કરી ચાર લોકોની ધરપકડ પણ કરી હતી. જેમાંથી બે તો યુવતિઓ છે.

Image source

હનીટ્રેપમાં ફસાવતી ટોળકીના ચાર લોકોની પાટણની લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ કેટલાક દિવસ પહેલા જ હારિજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિને ફસાવ્યો અને તેનો અર્ધનગ હાલતમાં વીડિયો બનાવી ધમકી આપી 10 લાખ રૂપિયાની માંગણી કરી છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને બ્લેકમેઇલ કરી 5 લાખ રૂપિયા આ ટોળકીએ તે વ્યક્તિ પાસેથી પડાવ્યા હતા. બે યુવક અને બે યુવતિઓએ પ્લાન રચ્યો અને તે વ્યક્તિને લાલચ આપી અને હસીન સપના બતાવી તેનો અર્ધનગ હાલતમાં વીડિયો બનાવી લીધો.

આ ટોળકીએ બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પીડિતને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયાની માંગણી કરી હતી. જો કે, આ મામલે પીડિતે પોલિસને ફરિયાદ કરી હતી અને પાટણ એલસીબીએ બે મહિલા અને બે યુવકની અટકાત કરી હતી. પોલિસે આરોપીઓ પાસેથી 3.37 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપીઓએ થોડા થોડા કરી પીડિત પાસેથી 5 લાખ જેટલી રકમ પડાવી હતી. જો કે, પોલિસમાં ફરિયાદ નોંધાતા આ ટોળકીને પોલિસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.

Image source

ઘટનાની વધુ વિગત અનુસાર, તે પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે કામ કરે છે અને તેમને પાંચેક મહિના પહેલા જ એક મહિલાનો ફોન આવ્યો અને તે મહિલાએ લોન લેવાની વાત કરી. લોનની વાત સાંભળી રાધનપુર ગયા હતા. જોકે, મહિલા પાસે પુરતા દસ્તાવેજ ન હોવાથી તેઓ પરત ફર્યાં હતા. પરંતુ એક દિવસ આ મહિલાનો ફરી ફોન આવ્યો અને તેણે જે જગ્યા કહી તે જગ્યા પર તેઓ પહોંચ્યા હતા.

પીડિત કર્મકાંડનું કામ પણ કરતા હતા અને તેને કારણે મહિલાએ ઘરે જાપ કરવાનું જણાવ્યું હતું. ત્યારે જ મહિલાએ બહાનું બતાવ્યુ અને તે બહાર જતી રહી. પછી બીજા લોકો અહીં આવ્યા અને ફરિયાદીને માર માર્યો. જે બાદ કપડાં ઉતારીને ફોટો ક્લિક કર્યા અને બાદમાં બ્લેકમેઇલ કરી 10 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જો કે, આરોપીઓએ ટુકડે ટુકડે કરી ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા.

Shah Jina