પાટણમાં ઘરની અંદર પાર્કિંગમાં મુકેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ભડ ભડ આગ ભડકી ઉઠી, મચી ગઈ નાસભાગ, જાણો સમગ્ર મામલો

ઇલેક્ટ્રિક સ્કૂટર લેતા પહેલા ચેતી જજો! પાટણમાં ઘરમાં પડેલું ઇલેક્ટ્રિક સ્કૂટર પળવારમાં જ ભડથું થઇ ગયું, જુઓ

ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે, દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે, ત્યારે હાલ તાજો મામલો પાટણમાંથી સામે આવ્યો છે. જ્યાં ઘરના પાર્કિંગમાં મુકેલા એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિત અનુસાર પાટણમાં આવેલા કાલિકા રોડ વિસ્તારમાં આવેલા એક ઘરની અંદર ઇલકેટ્રીક સ્કૂટરને પાર્ક કરી અને ચાર્જિંગમાં મૂક્યું હતું. ચાર્જિંગમાં મુક્યાના થોડા જ સમયમાં અચાનક ઈવી સ્કૂટરની અંદર આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં જ આખું સ્કૂટર બાળીને ખાખ થઇ ગયું હતું.

સદનસીબે જયારે ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ થઇ રહ્યું હતું ત્યારે તેની આસપાસ કોઈ હતું નહિ, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી નહોતી. અચાનક સ્કૂટરમાં આગ લાગતા જ ઘટના લોકોમાં પણ અફરા તફરી. સર્જાઈ હતી લોકોએ પાણીથી આગ ઉપર કાબુ  પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ બુઝાય એ પહેલા કે સ્કૂટર બળીને ખાખ થઇ ગયું.

ત્યારે હવે આ પ્રકારની ઘટના સામે આવતા ઇલેક્ટ્રિક સ્કૂટર ધારકોના મનમાં પણ ફફડાટ વધી ગયો છે. ઈ સ્કૂટરમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતા લોકો પણ તેને ખરીદવા  મુંઝવણમાં મુકાયા છે. એક તરફ પેટ્રોલના વધતા ભાવ સામાન્ય માટે મુશેક્લી રૂપ છે, ત્યારે બીજા વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં આવ્યું, પરંતુ તેમાં પણ આગ લાગવાની આવી ઘટનાઓએ લોકોને મૂંઝવણમાં મુક્યા છે.

Niraj Patel