પાટણ : પાટીદાર સમાજનો મહત્વનો નિર્ણય ! પ્રી-વેડિંગ કરાવનારાં યુગલો નહીં કરાવી શકે સમૂહ લગ્નમાં નોંધણી

સુખી સંપન્ન પાટીદાર સમાજે સમૂહ લગ્નમાં નોંધણી માટે બદલ્યો નિયમ, જો પ્રી-વેડિંગ કરાવ્યું તો….જાણો સમગ્ર મામલો

છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, પાટીદાર સમાજ હાલ સમાજ સુધારણાના રાહ પર છે. ત્યારે હાલમાં સમાજ કુરિવાજોને બદલવા માટે કમર કસી રહ્યો છે. હાલમાં જ એવો નિર્ણય કરાયો છે કે સમૂહલગ્નમાં પ્રી-વેડિંગ કરાવનારાં યુગલોને સ્થાન નહીં આપવામાં આવે. લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે 42 લેઉવા પાટીઘર યુવા મંડળ દ્વારા આ નિર્ણય કરાયો છે.

પાટણ બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળના નવીન કાર્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે સમૂહ લગ્ન માટે શુભ મુહૂર્ત જોવામાં આવ્યું હતું. જેમાં 17 નવેમ્બર 2024 તારીખ નીકળી છે. જો કે, ખોટા ખર્ચાઓને તિલાંજલિ આપવા પ્રી વેડિંગ કરાવનારા યુગલોને આ સમૂહ લગ્નમાં સ્થાન નહીં આપવાની જાહેરાત કરાઇ છે. માતા- પિતા વગરની દીકરીઓના સમૂહ કરવામાં આવશે.

નવીન કાર્યાલયમાં સમૂહ લગ્નની નોંધણીનો પ્રારંભ થઇ ગયો છે અને નોંધણી 30 સપ્ટેમ્બર 2024 સુધી કરાવી શકાશે. સમૂહ લગ્નમાં નવયુગલોને દાતાઓ 80થી વધુ ભેટ સોગાદો આપશે. લગ્ન નોંધણી સર્ટી, સમૂહ લગ્ન સાત ફેરા યોજના, કુંવરબાઈનું મામેરુ યોજાનાનો લાભ પણ અપાશે.હવે પાટીદાર સમાજમાં પ્રી-વેડીંગના નામે બિનજરૂરી અને ખર્ચાળ પ્રથા બંધ કરાશે.

Shah Jina