તરબૂચ અને પપૈયું વેચવા વાળાની આવી સ્ટાઇલ તો તમે તમારા જીવનમાં પણ કયારેય નહિ જોઈ હોય, વાયરલ વીડિયો જોઈને હક્કાબક્કા રહી જશો

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષય ઉપર ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો એવા હોય છે જેને જોઈને પેટ પકડીને હસવાનું મન થાય. આપણે પણ આપણા ઘરે હોઈએ કે પછી રસ્તા ઉપર લારી વાળાને વિચિત્ર અવાજની અંદર પોતાનો સામાન વેચતા જોયા હશે. જેઓ પોતાનો સામાન વેચવા માટે અવનવી તકનીક વાપરતા હોય છે. હાલ એવા જ એક ફ્રૂટ વેપારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક ફળ વેચનાર અનોખી રીતે બૂમો પાડીને ફળ વેચી રહ્યો છે. આ કરતી વખતે તેનો ચહેરો ખૂબ જ હાસ્યસ્પદ થઈ જાય છે, જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરનાર યુઝરે લખ્યું કે જો મારો ફળ વેચનાર આટલો જુસ્સાદાર નથી તો હું તેની પાસેથી ફળ લેવાનું પસંદ નહીં કરું.

આ વીડિયો થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર અપલોડ થયો ત્યારથી અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાયરલ થઇ રહ્યો છે. જેને લાખો લોકોએ લાઈક કર્યો છે અને જોયો છે.  વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ફળ વેચનાર કાપેલા પપૈયા અને તરબૂચ વેચી રહ્યો છે. તે વારંવાર કાપેલા ફળને જુએ છે અને વિચિત્ર રીતે કહે છે કે જુઓ તે કેટલું લાલ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

વીડિયો શેર કર્યા બાદ યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે અને તે ફ્રૂટ વેચનાર વ્યક્તિ કોણ છે તેના વિશેની કોઈ જાણકારી મળી નથી, પરંતુ લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે એક એડવર્ટાઈઝિંગ કંપનીએ કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ એ બધું છોડીને આ વ્યક્તિને નોકરી પર રાખવો જોઈએ.”

Niraj Patel