રસોઈ વાયરલ

માર્કેટમાં આવ્યો પાર લે જી બિસ્કિટનો હલવો, વીડિયો જોઈને લોકો બોલ્યા, “2023નું સ્વાગત આનાથી કરજો,” જુઓ વીડિયોમાં કેવી રીતે બનાવ્યો…

આવો હલવો ક્યારેય નહિ ખાધો હોય, આ ભાઈએ બનાવ્યો પાર લે જી બિસ્કીટમાંથી હલવો, વીડિયો જોઈને લોકો કહી દીધી એવી વાત કે.. તમે પણ જુઓ

સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી વાનગીઓ લોકો બનાવતા હોય છે જેને જોઈને મોઢામાં પાણી પણ આવી જાય. તો ઘણા લોકો વાનગીઓ સાથે કેટલાક એવા અખતરા કરે છે જેને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય.

ત્યારે હાલ એવી જ એક અખતરા વાળી વાનગીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પાર-લે જી બિસ્કિટમાંથી તેનો હલવો બનાવતો જોવા મળે છે. અત્યાર સુધી લોકોએ અલગ અલગ પ્રકારના હલવા ખાધા હશે પરંતુ પાર લે જી બિસ્કિટનો હલવો લોકો માટે પણ એક નવી વાનગી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક કડાઈમાં તેલ ગરમ કર્યા પછી પારલે જી બિસ્કિટ નાખવામાં આવે છે અને પછી અન્ય સામગ્રીની મદદથી હલવો તૈયાર કરવામાં આવે છે. હવે આ તૈયાર કરેલા હલવાનો સ્વાદ કેવો હશે, તે તો તેને ખાધા પછી જ ખબર પડશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ નવી વાનગી બનાવવાની રીત ઘણા લોકો અપનાવશે. કારણ કે આ વીડિયો પરના રિએક્શન જોઈને એવું લાગી રહ્યું છે.

આ વીડિયોને શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે 2023નું સ્વાગત આનાથી કરજો. આ વીડિયો શેર થતાં જ તે જોરદાર વાયરલ થઈ ગયો હતો. એકે કહ્યું કે આ વાનગી હું ઘરે ટ્રાય કરીશ. તો એક યૂઝરે લખ્યું કે ખાન ખજનાના નામ પર કંઈપણ વાપરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પણ ઘણા લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.