હોલીવુડ અભિનેત્રી અને બિઝનેસ વુમન પેરિસ હિલ્ટને પોતાના વેન્ચર કૈપિટલિસ્ટ બોયફ્રેન્ડ કાર્ટર રિયમ સાથે ગયા મહિને સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈ 13 ફેબ્રુઆરીના રોજ પેરિસના જન્મ દિવસે એક ખાસ પ્રસંગ દરમિયાન કરવામાં આવી. બંને આ પ્રસંગે એક પ્રાઇવેટ આઇલેન્ડ ઉપર હતા. કાર્ટરે પેરિસને એક ખુબ જ મોંઘી વીંટી આપીને પ્રપોઝ કર્યું હતું.

કાર્ટર દ્વારા આપવામાં આવેલી એ રિંગ હવે ચર્ચાનો વિષય બની છે. પેરિસને તેના બોયફ્રેન્ડ કાર્ટરે ખુબ જ સુંદર એમરલ્ડ કટ વાળી ડાયમંડ રિંગ પહેરાવી. આ રિંગને Jean Dousset દ્વારા બનાવવામાં આવી હતી. પેરિસ હિલટનની વેબસાઈટ ઉપર તેની સગાઈની તસવીરો શેર કરવામાં આવી છે.

પેરિસ હિલટનની સગાઈની વીંટીની કિંમતની વાત કરવામાં આવે તો આ વીંટી 2 મિલિયન ડોલર્સની છે. જેની ભારતીય નાણાં અનુસાર કિંમત 14,51,08,600 રૂપિયા છે. પેરિસે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આ વીંટીની ડિઝાઇનનો વીડિયો પણ શેર કર્યો છે.
View this post on Instagram
પેરિસે પોતાની સગાઈના થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી, જેમાં તેને પોતાનો અને કાર્ટરનો એક વીડિયો પણ શેર કરતા લખ્યું હતું, “મારુ સપનું સાચું થઇ ગયું. હું મારા થનારા પતિને ખુબ જ પ્રેમ કરું છું. આ મારા જન્મ દિવસની બેસ્ટ સરપ્રાઈઝ હતી. હું તારી પત્ની બનવા માટે ઉત્સાહિત છું.”
View this post on Instagram
સગાઈના દિવસે પેરિસ અને કાર્ટરે સફેદ રંગના મેચિંગ આઉટફિટ પહેર્યા હતા. આ સગાઈની તસવીરો પણ ખુબ જ સુંદર હતી. જે ઇન્ટરનેટ ઉપર વાયરલ પણ થઇ ગઈ હતી.
View this post on Instagram
પેરિસે વીડિયો શેર કરવાની સાથે જણાવ્યું છે કે કેવી રીતે કાર્ટરે તેને આ ટ્રોપિકલ આઇલેન્ડ ઉપર પ્રપોઝ કર્યું. તેને જણાવ્યું કે કાર્ટર પહેલા તેને પ્રિ-ડિનર વૉક ઉપર લઇ ગયો અને ત્યારબાદ ફૂલોથી સજાવેલી એક જગ્યાએ તેને પ્રપોઝ કરી દીધું.