મનોરંજન

હિરોઈન પરિણીતી ચોપરાએ MP રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી? લાખ કોશિશ કરી છતાં પકડાઈ ગઈ, જુઓ

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા સમયથી પોતાના સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. બંનેને ડેટ પછી રેસ્ટોરન્ટની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા, જે પછી તેમની ડેટિંગને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ડેટિંગ બાદ એવા પણ સમાચાર આવ્યા હતા કે બહુ જલ્દી બંને લગ્ન કરવા જઈ રહ્યા છે અને તેઓની સગાઇ પણ એપ્રિલ મહિનામાં થવાની ખબર સામે આવી રહી હતી. ત્યારે હાલમાં જ પરિણીતી ચોપરા સેલિબ્રિટી મેનેજર પૂનમ દમણિયાની ઓફિસમાં જોવા મળી હતી.

આ દરમિયાન ચાહકોએ કંઈક એવું જોયું કે જે બાદ તેની જોરદાર ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે પરિણીતી ચોપરાના લગ્નને લઈને અફવાઓ ચાલી રહી છે. ત્યારે પરિણીતી હાલમાં રીંગ ફિંગરમાં સિલ્વર બેન્ડ પહેરેલી જોવા મળે છે. સોમવારે રાત્રે પરિણીતી ચોપરાની આ રિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ દરમિયાન તે સેલિબ્રિટી મેનેજર પૂનમ દમણિયાને મળવા પહોંચી હતી. આ દરમિયાન તેણે સફેદ ટોપ સાથે ઓપન શર્ટ કેરી કર્યો હતો અને ડેનિમ પહેર્યું હતું.

આ દરમિયાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. પરિણીતી કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન પરિણીતીએ મિનિમલ મેકઅપ પણ કર્યો હતો. અભિનેત્રીની રિંગ ફિંગર જોયા બાદ ચાહકો તેની સગાઈને લઈને અટકળો લગાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં રાઘવ ચઢ્ઢાએ પોતે પરિણીતી સાથેના સંબંધોને વેગ આપતા નિવેદન આપ્યું હતું.

રાઘવ ચઢ્ઢાને જ્યારે પરિણીતી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે હસીને કહ્યું, ‘આજે ઉજવણી કરો કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. આ પછી ઉજવણી માટે ઘણા વધુ પ્રસંગો હશે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમના સંબંધો નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. સિંગર હાર્ડી સંધુએ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈના સમાચારને લઈને નિવેદન આપ્યું હતુ. તેણે કહ્યું હતું કે તેણે પરિણીતીને ફોન કરીને અભિનંદન પણ પાઠવ્યા છે.

ત્યાં બીજી તરફ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પરિણીતી ચોપરાએ રાઘવ સાથે ડેટિંગ રૂમર્સ પર કહ્યું હતું કે ‘મીડિયામાં મારી ચર્ચા કરવાને કારણે અને ક્યારેક ખૂબ જ અંગત હોવાને કારણે રેખા પાર થઈ જાય છે. ચર્ચા અને સીમા ઓળંગવા વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે. જો સ્પષ્ટતા આપવી જરૂરી ન હોય તો હું સ્પષ્ટતા નહીં આપું. જો કે, આ દરમિયાન પરિણીતીએ રાઘવનું નામ લીધું ન હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)