આ ભાઈએ અત્યાર સુધીમાં ૫૦૦૦ ડિલિવરી કરી છે અને રેટિંગ છે ૪.૭૫, હવે સપોર્ટમાં પરિણીતી ચોપરા

ઝોમેટો ડિલિવરી બોયના વિવાદમાંમાં પરિણીતી ચોપરા આવી મેદાનમાં, કહ્યું- જો તે નિર્દોષ છે તો મહિલાને સજા મળવી જોઈએ, જાણો સમગ્ર વિગત

બેંગ્લોરની એક મહિલાએ ઓનલાઇન ફૂડ ઓર્ડર કરનારી એપ્લિકેશન ઝોમેટોના ડિલિવરી બોય પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ હતો કે કામરાજ નામના ડિલિવરી બોયએ તેની સાથે બદતમીઝી કરી અને તેના ચેહર પર ધૂંસો પણ માર્યો હતો જેને લીધે તેના નાકનું હાડકું તૂટી ગયું હતું. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

જેના પછી કામરાજની ધરપકડ કરવામાં આવી હતી. જો કે કામરાજનું કહેવું હતું કે તેણે પોતાને બચાવવા માટે આવું કર્યું હતું, અને પોતાના બચાવમાં ભુલથી તેના નાક પર લાગી ગયું હતું. જેમાં અમુક લોકો ડિલિવરી બોયના સમર્થનમાં તો અમુક લોકો આ મહિલાના સમર્થનમાં પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. એવામાં અભિનેત્રી પરિનીતી ચોપરાએ પણ કામરાજના સમર્થનમાં પોતાની વાત સામે રાખી છે.

Image Source

પરીનીતિને લાગે છે કે કામરાજ નિર્દોષ અને માસુમ છે, પરીરનીએ ટ્વીટ કરતા કહ્યું કે,”ઝોમેટો ઇન્ડિયા, સત્યની જાંચ કરે અને સાર્વજનિક રૂપે રિપોર્ટ કરો. જો ડિલિવરી બોય માસુમ અને નિર્દોષ છે, તો મહિલાને દંડિત કરવામાં મદદ કરો. આ અમાનવીય, શર્મનાક અને દિલને દુઃખ પહોંચાડનારૂં છે. માટે મને જણાવો કે હું કેવી રીતે મદદ કરી શકું”

સોશિયલ મીડિયા પર પરિનીતીની આ ટ્વીટ ખુબ વારલ થઇ રહી છે અને અમુક લોકો પણ પરિનીતીના આ મંતવ્યમાં તેનો સાથ આપી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં શું સામે આવે!

Krishna Patel