અફઘાનિસ્તાનો આ વીડિયો તમને પણ રડાવી દેશે, મહિલાઓ બાળકોને કાંટાના તાર ઉપર ફેંક્યા, બ્રિટિશ સૈનિકોની આંખોના પોપચાં પણ થયા ભીના

એરપોર્ટ પર માટે બાળકોને કાંટાળી તાર પર ફેંક્યાં, લોહીલુહાણ માસુમ બાળકોને જોઈને બ્રિટિશ સૈનિકોની આંખો પણ ભીંજાઈ- જુઓ

અફઘનીસ્તાનમાં તાલિબાની રાજ સ્થાપતા જ ત્યાંથી ખુબ જ ભયાનક અને ડરામણી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, આ જોઈને લોકોના હૈયા પણ હચમચી જાય છે, ઘણા લોકોને પ્લેનની ઉપર બસની જેમ લટકાઈને પણ દેશ છોડવાના વીડિયો આપણે જોયા ત્યારે હાલ એક એવો વીડિયો અને કેટલીક તસવીરો સામે આવી છે જે જોઈને કોઈની પણ આંખો રડવા લાગે.

તાલિબાનના આતંક વચ્ચે હજાવે અફઘાનિસ્તાનમાંથી બાળકો સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયોની અંદર અમેરિકી સૈનિક એક અફઘાની બાળકને લઈને ઊંચા બેરિકેડ પર કરાવી રહ્યા છે. તો એક બીજા વીડીયોમાં વિદેશી સૈનિક એક દૂધપીતા બાળકને કાંટા વાળા તાર ઉપરથી ઉઠાવતો જોવા મળી રહ્યો છે.

આ બાળકોના માતા પિતા વીડિયોની અંદર નથી દેખાઈ રહ્યા. વીડિયોએમ દેખાઈ રહેલા લોકો ડરેલા છે. લોકો પોતાના હાથમાં પાસપોર્ટ લહેરાવતા નજર આવી રહ્યા છે. આ ફક્ત વીડિયો જ નથી. સ્કાઈ ન્યુઝના જણાવ્યા પ્રમાણે મહિલાઓ પોતાના બાળકોને એરપોર્ટની અંદર લઇ જવાની ઉતાવળમાં કાંટા વાળા તારની ઉપર ફેંકતી જોવા મળી રહી છે.

વીડિયોની અંદર એક સૈનિક કાંટાવાળા તાર ઉપરથી બાળકને ઉઠાવી અને બીજા વ્યક્તિને આપતા નજર આવી રહ્યા છે. ત્યાંનો માહોલ એવો છે કે માતા પિતા બેરિકેડની બીજી તરફ જઈ શકશે કે નહીં તેની પણ ખબર નથી. હજારો લોકો કાબુલ એરપોર્ટમાં એકઠા થયા તો ત્યાં કાંટાળી તારથી ફેન્સિંગ કરવામાં આવ્યું, જેથી લોકો એરક્રાફ્ટ્સની નજીક ન પહોંચે. પરંતુ હવે ત્યાંનો નજારો વિપરીત છે અને આ દર્દનાક દૃશ્યો જોઈને બ્રિટિશ સૈનિકોની આંખો પણ પાણીથી ભરાઈ ગઈ હતી.

હાલ કાબુલ એરપોર્ટ ઉપર ભારે ભીડ જામેલી છે. અને ત્યાં અમેરિકી અને બ્રિટિશ સૈનિકો કમાન સાંભળી રહ્યા છે, ત્યારે લોકો રન-વે ઉપર ના ઘુસી જાય તે માટે તારની ફેન્સીંગ પણ બનાવી દેવામાં આવી છે ત્યારે હવે મહિલાએ એ વિચારે પોતાના બાળકને તારની ફેન્સીંગની બહાર ફેંકી રહી છે કે બાળક બીજી તરફ પહોંચી જવાના કારણે તેમને પણ સૈનિકો મજબૂરીમાં પ્લેમાં બેસાડી દેશે અને તે દેશ છોડી શકશે.

ત્યારે આ બાબતે હવે એક બ્રિટિશ અધિકારીએ કહ્યું- આ લોકો આઝાદ રહેવા માટે બાળકોને ઢાલ બનાવી રહ્યા છે. આ તાલિબાનના અત્યાચારથી બચવા માગે છે. કેટલાંક બાળકો તો કાંટાળી તારમાં ફસાય ગયાં અને દર્દથી બૂમો પાડવા લાગ્યાં. મને મારા સૈનિકોની ચિંતા છે. તેઓ આવી સ્થિતિ જોઈને જ રડવા લાગ્યા છે. તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

Niraj Patel