એક લીટર કરતા પણ વધારે લબાલબ ઘી નાખીને આ કાકાએ બનાવ્યો એવો પરોઠો કે જોઈને લોકો બોલ્યા…”મરવાની બીજી કોઈ રીત પણ જણાવજો…” જુઓ વીડિયો

આ કાકાએ ઘીના પરાઠા બનાવ્યા કે પરાઠાનું ઘી ? પરાઠામાં આટલું બધું ઘી જોઈને તો લોકો પણ બરાબરના બગડ્યા, જુઓ વીડિયો

1 Liter Ghee Paratha : સોશિયલ મીડિયામાં ખાણીપીણીની લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોમાં ખાણીપીણીની એવી એવી વસ્તુઓ જોવા મળતી હોય છે જેને જોઈને મોઢામાં પાણી આવી જાય. તો ઘણી જગ્યાએ ખાવાની વાનગી સાથે એવા અખતરા કરવામાં આવે છે જેને જોઈને લોકો ગુસ્સે પણ ભરાતા હોય છે.

તમે ઘણા વીડિયોમાં જોયું હશે કે સેન્ડવિચ કે કોઈ અન્ય વસ્તુઓમાં એટલું બધું ચીઝ અને બટર નાખવામાં આવે છે કે તેને જોઈને આપણે પણ ચોંકી જઈએ. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક કાકા પરાઠાની અંદર એટલું બધું ઘી નાખી દે છે કે તેને જોઈને તમે પણ ચોક્કસ હેરાન રહી જવાના છો.

આ વીડિયોને @officialsahihai દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ એક દુકાન પર અઢળક ઘીમાં પરાઠા બનાવતો જોઈ શકાય છે. એક પરાઠામાં એટલું ઘી હોય છે કે જાણે ઘીના કુંડામાં તેને તળવામાં આવી રહ્યું હોય. આટલું પૂરતું ન હતું કે વ્યક્તિ છરી વડે પરાઠા ફાડી નાખે છે અને તેની અંદર ઘી પણ ભરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Sahi hai (@officialsahihai)

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે “સ્વિમિંગ પૂલ સાથે દિલખુશ પરાઠા…” થોડા દિવસ પહેલા શેર કરવામાં આવેલો આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. આ સાથે તેમાં ઘણી કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું ‘આ છેલ્લી ઈચ્છા પરાઠા છે. આ ખાધા પછી કોઈ જીવિત નહીં રહે.” તે જ સમયે બીજાએ લખ્યું “આ બરાબર છે, મોત માટેના વધુ રસ્તાઓ પણ જણાવો.’. એક વ્યક્તિએ લખ્યું ‘આ ઘીનો પરાઠા નથી, પરાઠાનું ઘી છે.’

Niraj Patel