ટીવી ઈન્ડસ્ટ્રીમાં હમણાં જ બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અવસાનના ન્યુઝ આવ્યા હતા અને લાખો ફેન્સ દુઃખી થઇ ગયા હતા. હવે ફરી એક હાસ્ય કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના કન્ટેસ્ટન્ટ પરાગ કનસારા (Parag Kansara)એ દુનિયાને અલવિદા કહી દીધું છે.
તેમના દોસ્ત અને જાણીતા કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ જાણકારી આપી છે. સુનિલ પાલે એક ઇન્સ્ટાગ્રામ વીડિયો શેર કરીને કહ્યું હતુ કે, દોસ્તો.. નમસ્કાર, વધુ એક દુઃખદ સમાચાર છે. ઈન્ડસ્ટ્રીમાંથી અમારા લાફટ ચેલેન્જના સાથી પરાગ કનસારાજી હવે આ દુનિયામાં નથી રહ્યા.
તેઓ દરેક વાતને ઊંધું વિચારો કહીને લોકોને ખુબ જ હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી રહ્યા. ખબર નહીં કોમડીની દુનિયાને કોની નજર લાગી ગઈ છે. થોડા દિવસ પહેલા જ રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. એક પછી એક કોમેડી લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. આપણે એક પછી એક કોમેડી પિલ્લરને ઘુમાવી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે પરાગ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તેઓ ઘણા ટાઇમથી ટીવી અને કોમેડી શોથી દૂર હતાા. તેઓ ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં સ્પર્ધક તરીકે દેખાતા હતા. આ શો ભારતીય ટેલીવિજનનો પહેલો એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયન્સને એક મોટો મંચ આપવાનુ કામ કર્યુ હતુ.
આ શો નવા-નવા કોમેડિયન્સને પોતાની ઓળખ બનાવવાની તક પણ આપી હતી. પરાગને આ શો દ્વારા ઘર-ઘરમાં ઓળખ મળી હતી. વડોદરાના ખુબ જ ફેમસ દિગ્ગજ હાસ્ય કલાકાર પરાગ કંસારાએ કોમેડીક્ષેત્રના કિંગ ગણાતા રાજુ શ્રીવાસ્તવ સહિતના દિગ્ગજો સાથે કામ કર્યું હતું અને તેમણે મિમિક્રી આર્ટિસ્ટ તરીકે ખૂબ નામના મેળવી હતી.
તેઓ ગ્રેડ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી જાણીતા બન્યા હતા. તેમણે નવીન પ્રભાકર, અહેસાન કુરેશી, સુનીલ પાલ અને ભંગવત માન સાથે કામ કર્યું હતું. તેઓ `ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ`ની પ્રથમ સીઝનના સ્પર્ધક હતા. જો કે, તે વિજેતા ન બની શક્યા, પરંતુ તેની કોમેડી દર્શકોને ખૂબ પસંદ આવી. આ શો સિવાય તે અન્ય કોમેડી શો માં પણ જોવા મળ્યા હતાં. તેઓ છેલ્લા કેટલાક સમયથી કોઈ કોમેડી શોમાં જોવા મળ્યો નહોતા.