રેમડેસિવિર ઇંજેક્શનથી થઇ દર્દીની મોત, રેમડેસિવિરની બોટલમાં ભરેલ હતુ આ

દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે આવા સંજોગોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને રૂપિયા કમાવવાની માનસિક્તા ધરાવતા લોકો પણ સામે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના બારામતીમાંથી સામે આવ્યો છે. જ્યાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

પોલીસે આ સમગ્ર મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમની ઓળખ દિલીપ ગાયકવાડ, સંદીપ ગાયકવાડ, શંકર ભિસે અને પ્રકાશ ધરત તરીકે થઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, અત્યાર સુધીમાં આ લોકોએ આવા કેટલા નકલી ઈન્જેક્શન વેચીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કર્યા છે.

પ્રતિકાત્મક તસવીર

આ ગેંગનો મુખ્ય સુત્રધાર દિલીપ ગાયકવાડ ઈન્સ્યોરન્સ કન્સલ્ટન્ટનું કામ કરે છે. જેણે રેમડેસિવિર ઈન્જેક્શનની તંગીને જોતા રૂપિયા કમાવવા માટે આ કામ કરવાનું વિચાર્યુ અને નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની યોજના બનાવી હતી. ગેંગનો એક સભ્ય કોવિડ સેન્ટરમાં કામ કરતો હતો, જે રેમેડસિવિર ઈન્જેક્શનની ખાલી શીશીઓ એકઠી કરીને લાવતો હતો. જે બાદ આ ગેંગ પેરાસિટોમલની ગોળીઓ પાણીમાં ભેળવીને તેનું લિક્વિડ રેમડેસિવિરની ખાલી શીશીમાં ભરીને વેચતા હતા. તેઓ એક ઈન્જેક્શન પર 35 હજાર રૂપિયા જેટલી રકમ વસૂલતા હતા.

Shah Jina