13 કલાકમાં શ્રીલંકાથી તરીને ભારત પહોંચી Autismથી પીડિત દેશની દીકરી, સેનાના જવાનો પણ કરી સલામ

દીકરી દીકરાથી કોઈ કમ નથી. આજની દીકરીઓ એવા એવા પરાક્રમો કરી રહી છે જેને જોઈને ભલભલા મોમા આંગળા નાખી જાય છે. એક ખાસ પ્રકારની બિમારીથી પીડિત ભારતની આ દીકરીએ એવું પરાક્રમ કર્યું છે જેના જાણીને ભારતની સેના પણ ખુશ થઈ ગઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ ઓડિઝ્મથી પીડિત જિયા રાયની. જિયા રાય એક પેરા સ્મિમર છે, તેણે પાક જલડમરુમધ્યને તરીને પાર કર્યો છે. હવે એનાથી પણ વધુ આશ્ચર્ય થશે તેની ઉંમર જાણીને.  જીયા માત્ર 13 વર્ષની છે. આટલી નાની ઉંમરમાં તેમણે આ પરાક્રમ કરી બતાવ્યું છે.

ઓટિઝ્મથી પીડિત જીયાએ 28.5 કિમી દરિમાં તરીને ઈતિહાસ રચી દીધો છે. જીયા માત્ર 13 કલાકમાં શ્રીલંકાથી તરીને તમિલનાડું પહોંચી હતી. તમને જણાવી દઈએ કે જીયાએ શ્રીલંકાના તલાઈમન્નારથી લઈને તમિલનાડુના ધનુષકોડીમાં અરિચલમુનાઈ સુધી પાક જલડમરુમધ્યને તરીને પાર કર્યો છે, જેને પાર કરવામાં જીયાને 13 કલાકનો સમય લાગ્યો હતો. આ દરમિયાન તમિલનાડુના ડીજીપી ડો. સિલેન્દ્ર બાબુ એક સ્મારિકા ભેટ કરતા પેરા સ્વિમરને સન્માનિત કરી હતી. આ ઉપરાંત તેમણે પાક જલડમરુમધ્યમાં આ પરાક્રમને એક સિદ્ધી ગણાવી હતી.

તો બીજી તરફ ભારતીય નૌ સેનાએ પણ તેના ઓફિસિયલ ફેસબુક પર તેમની કેટલીક તસવીરો શેર કરી છે. જેમા ભારતીય સેનાએ લખ્યું કે, તે પાક જલડમરુમધ્યને તરીને પાર કરનાર વિશ્વની સૌથી નાની ઉંમરની અને સૌથી ઝડપી સ્વિમર છે. આ પહેલાનો રેકોર્ડ 2004માં 13 કલાક અને 52 મિનિટનો ભુલા ચૌધરીએ બનાવ્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટમાં સેનાએ જણાવ્યું કે આ કાર્યક્રમ ઓટિઝ્મ જાગરુકતા, ભારતની આઝાદીના 75 વર્ષ અને ભારત અને શ્રીલંકાના સંબંધોને મજબૂત કરવા માટે આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પેરા સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.

તમિલનાડુ પોલીસના ડીજીપીએ કહ્યું કે, આ દરિયો શાર્ક નામક માછલીનું ઘર છે. આ ઉપરાંત તેમા ઘણી જેલફીસ પણ છે. પાક જલડમરુમધ્યમાં દિવસની તુલનાએ રાત્રીમાં તરવુ વધારે સરળ છે. તમને જણાવી દઈએ કે જીયા ભારતીય નૌ સેનાના એક અધિકારીની દિકરી છે. જીયા ને 2022માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરષ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી. જે બાળકો માટેનો ભારતનૌ સૌથી સર્વોચ્ચ પુરષ્કાર છે. આ ઉપરાંત જીયાએ 2020માં મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંકથી ગેટ વે ઓફ ઈન્ડિયા સુધી તરીને લઘભગ 9 કલાકમાં 36 કિમીનું અંતર કાપ્યું હતું.

YC