એ એ એ મર્યા….દીવના નાગવા બીચ પર મજા લેતા પેરા સેલિંગ દરમિયાન દોરડું તૂટતા અને દંપતી દરિયામાં ખાબક્યું, રાડો ફાટી ગઈ જુઓ

દીવમાં ચારે બાજુ ચીસાચીસો થઇ ગઈ, હિમ્મત હોય તો જ જોજો આ વીડિયો… નબળા હૃદય વાળા દૂર રહે

હમણાં જ દિવાળી ગઈ અને લોકો વેકેશનમાં બહાર ફરવા નીકળી પડ્યા હતા. એવામાં ગુજરાતથી લઈને રાજસ્થાન સુધી ઘણો ક્રાઉડ હતો અને પિકનિક પ્લેસ ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે.

તો આપણા ગુજરાતીઓનું હોટ ફેવરિટ પિકનિક પ્લેસ એટ્લે કે દીવ બીચ ઉપર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. હાલમાં જ દીવ બીચ ઉપર એક અકસ્માતની ઘટના સર્જાઈ છે. પ્રવાસી દંપતી પેરાગ્લાઇડિંગ દરમિયાન આકાશમાં પહોચ્યું અને હવામાં દોરડું તૂટી જવાની ઘટના બની હતી. અને પ્રવાસી દંપતીનો જીવ પડિકે બંધાઈ ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવના નાગવા બીચ ઉપર એક કપલ પેરાગ્લાઇડિંગની મજા માનવ ગયું હતું પણ જેવા દંપતી પેરાગ્લાઇડરમાં બેઠા અને આકાશમાં થોડા જ ઊંચે ગયા અચાનક જ દોરડું તૂટી ગયું હતું. જો કે નસીબ સારા કહેવાય કે આ કપલ દરિયામાં પટકાયું હતું. અને બંનેનું રેસક્યું કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં બંનેનો વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જો કે આ સમગ્ર ઘટના કોઈ એ કેમેરામાં કેદ કરી હતી. ને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી છે.

સંઘપ્રદેશ દીવના સૌથી ફેમસ નાગવા બીચ પર પેરા સેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટતા દંપતી દરિયામાં ખાબક્યું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. જો કે, દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. પેરા સેલિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતનો વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થયો છે.

આમ જોઈએ તો હાલમાં પ્રવાસીઓના જીવ બચી ગયા છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે, સુરક્ષા સાથે શું કામ ચેડાં થઈ રહ્યા છે? શું આ પેરાગ્લાઇડર અને તેમાં વપરાતા દોરડા અને અન્ય સાધનોની તંત્ર દ્વારા નિયમિત ચકાસણી થાય છે ? છેલ્લે દોરડાંની ચકાસણી ક્યારે થઇ હતી ? આવી ઘટના બાદ શું તંત્ર જાગશે ખરું ?

આ ઘટના પછી ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ઓફિસરો ભૂલ સ્વીકારવાને બદલે ભાગ્યા હતા. તો પ્રવાસી કપલને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર મળી રહ્યું છે કે, દંપત્તિ કિનારે આવ્યા બાદ રાઇડિંગ કરાવી રહેલી એંજન્સી પોતાની ભૂલ સ્વીકારવાના જગ્યાએ કપલને ધમકાવ્યા હતા.

ત્યારબાદ દંપત્તિ પોલીસ સ્ટેશને ગયું હતું. જ્યાં તેમને દોઢ કલાક સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો. દંપત્તિ દ્વારા પોલીસની કાર્યવાહી અને રાઈડ્સ ચલાવી રહેલા કર્મચારીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. સહેલાણીઓ સાથેનો વ્યવહાર અસહ્ય રહ્યો હતો.

VIDEO :

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC