નંબર પ્લેટની જગ્યાએ છોકરીએ સ્કૂટીમાં લખાવ્યુ કંઈક આવું , પોલિસવાળા બોલ્યા- હવે અમે ચલણ કાપીશું
હેલ્મેટ વગર સ્કૂટી ચલાવી રહી હતી છોકરી, ટ્રાફિક પોલિસને બતાવવા લાગી નખરા, નંબર પ્લેટ પર લખી હતી આ વાત
ભારતમાં વર્ષોથી રોડ સુરક્ષા પર જોર આપવામાં આવી રહ્યુ છે, એ તો આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ ગાડીઓની વધતી જતી સંખ્યાઓ સાથે દુર્ઘટનાના આંકડા પણ વધી રહ્યા છે, જે ચિંતાની વાત છે. આ માટે જરૂરી છે કે આપણે પોતે જવાબદારી લઇએ અને રોડ પર સુરક્ષાનું ધ્યાન રાખીએ. બાઇક કે સ્કૂટી ચલાવતા સમયે હેલ્મેટ જરૂર પહેરવું અને કારમાં બેસતાની સાથે જ સીટબેલ્ટ લગાવી લેવો.
હેલ્મેટ વગર સ્કૂટી ચલાવી રહી હતી છોકરી
હાલમાં જ ઉત્તરપ્રદેશ ટ્રાફિક પોલિસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે થોડો અલગ છે. આ વીડિયોમાં હેલ્મેટ વિના એક છોકરી સ્કૂટી ચલાવી રહી છે અને પાછળ તેની માતા પણ બેઠેલી દેખાઇ રહી છે. પકડાવા પર છોકરી પોલિસવાળાને કહે છે કે તે તેનું ઇન્ટરવ્યુ ના લે. આ સાંભળી પોલિસવાળાએ હસતા કહ્યુ- બેટા, અમે કોઇ ઇન્ટરવ્યુ નથી લઇ રહ્યા, તે હેલ્મેટ નથી પહેર્યુ તો ચલણ બની રહ્યુ છે.
નંબર પ્લેટની જગ્યાએ લખાવ્યુ હતુ ‘પાપા ગિફ્ટેડ’
વીડિયોમાં આગળ જે થયુ તે પણ મજેદાર છે. હેલ્મેટ વિના સ્કૂટી ચલાવતા પકડાઇ જવા પર છોકરી ના માત્ર જિદ કરવા લાગે છે પરંતુ ગુસ્સે પણ થઇ જાય છે. સૌથી ખાસ વાત તો એ છે કે સ્કૂટીની નંબર પ્લેટ પર ‘પાપા ગિફ્ટેડ’ લખવામાં આવ્યુ હતુ. આ પ્લેટ જ્યારે પોલિસવાળાએ જોઇ તો તેમણે છોકરીને પૂછ્યુ અને આ સમયે તે પોલિસવાળા સાથે ઉલજી પડી.
વીડિયો પર યુઝર્સે કરી અલગ અલગ કમેન્ટ્સ
આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ ગયો અને છોકરીના રવૈયાની ખૂબ આલોચના પણ થઇ. કેટલાક લોકોએ તેને ‘પાપાની પરી’ પણ કહી. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 11_on_foot નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- જલ્દી ચલણ કાપો નહિ તો પાપાની પરી ઉડી પણ શકે છે. ત્યાં અન્ય એકે લખ્યુ- ગાડી નંબર તો છે નહિ ચલણ કેવી રીતે કાપશે ?
View this post on Instagram