રોડ અકસ્માતમાં બોલિવુડ એક્ટર પંકજ ત્રિપાઠીના જીજાજીનું મોત, બહેનની હાલત ગંભીર- દર્દનાક અકસ્માત CCTVમાં કેદ

બોલીવુડના ટોપ અભિનેતા કહેવાતા પંકજ ત્રિપાઠીની બહેન અને બનેવીના એક્સીડન્ટનો વીડિયો આવ્યો સામે- વીડિયો જોઇ હ્રદય કંપી ઉઠશે

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પંકજ ત્રિપાઠીના બહેન અને બનેવી રોડ અકસ્માતનો ભોગ બન્યા. આ ભયાનક અકસ્માતમાં પંકજ ત્રિપાઠીના બનેવીનું મોત થયું છે જ્યારે બહેનને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટના ધનબાદના જીટી રોડ સ્થિત નિરસામાં થઈ હતી. અકસ્માતમાં ઘાયલ બહેન સારવાર હેઠળ છે. પંકજ ત્રિપાઠીની બહેનને ધનબાદની SNMMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જ્યાં તેની હાલત હાલ તો ખતરાની બહાર હોવાનું કહેવાય છે. રીપોર્ટ્સ અનુસાર, પંકજ ત્રિપાઠીની બહેન અને જીજાજી કારમાં ગોપાલગંજથી કોલકાતા જઈ રહ્યા હતા. કારને નિરસા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં અભિનેતાના જીજાજીનું મોત થયું અને બહેનને ગંભીર ઇજાને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, પંકજ ત્રિપાઠીના બનેવી પોતે કાર ચલાવી રહ્યા હતા અને પત્ની સરિતા સાથે બેઠી હતી.

મૃતકના સંબંધી અનુસાર, ‘જ્યારે અમને માર્ગ અકસ્માતની જાણ થઈ ત્યારે અમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા.’ જણાવી દઈએ કે માહિતી મળતા જ પંકજ ત્રિપાઠી પણ ધનબાદ જવા નીકળ્યા હતા. આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો.

પોલીસે જણાવ્યું કે, શનિવારે સાંજે લગભગ 4.30 વાગ્યે આ અકસ્માત દિલ્હી-કોલકાતા નેશનલ હાઈવે નંબર 2 પર થયો હતો. અકસ્માતના વીડિયોમાં જોઈ શકાય છે કે નિરસા ચોક પર તેજ રફતાર કાર પરથી કાબુ ગુમાવ્યા બાદ કાર ત્રણ ફૂટ ઊંચા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા રાકેશ તિવારીનું મોત થયુ જ્યારે પત્ની સવિતાને ગંભીર ઈજા પહોંચી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પંકજ ત્રિપાઠી તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘મર્ડર મુબારક’માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળ્યા હતા. આ એક મર્ડર મિસ્ટ્રી છે. જેમાં કરિશ્મા કપૂર, સારા અલી ખાન, વિજય વર્મા, ટિસ્કા ચોપરા અને ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મને બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. આ સિવાય પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મ ‘સ્ત્રી 2’ છે. તે આ વર્ષે રિલીઝ થઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

Shah Jina