પાડોશમાં આવેલી જાન જોવા નીકળ્યો હતો 6 વર્ષનો બાળક, અચાનક જ આ રીતે મૃત્યુ થતા બધા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા…

હરિયાણાના પાનીપતમાં પહેલા ધોરણમાં ભણનાર બાળકનું તેના ઘરથી થોડી દૂરી પર દર્દનાક મોત થઇ ગયુ. બાળક જાન જોવા માટે બહાર નીકળ્યો હતો. ત્યારે તે વીજળીના તારો માટે લગાવવામાં આવેલ અવૈદ્ય લોખંડના પાઇપ સાથે ચીપકી ગયો, ઘણીવાર પછી પાઇપ સાથે ચીપકેલા બાળક પર લોકોની નજર પડી અને ત્યાં જ તેનું મોત થઇ ગયુ. ઘટના બાદથી વિસ્તારમાં સનસની ફેલાયેલી છે. ત્યાં મૃતકના પરિવારની રડી રડીને હાલત ખરાબ છે. માં તેના બાળકને યાદ કરી વારંવાર બેહોંશ થઇ રહી છે.

પાનીપતના હરિનગર વિસ્તારનો રહેવાસી 6 વર્ષનો મોનૂ પાડોશમાં આવેલી જાન જોવા નીકળ્યો હતો. હરિનગર વિસ્તારમાં વીજળીના તાર માટે લોખંડના પાઇપ લગાવેલા છે. જ્યારે મોનૂ જાન જોઇ રહ્યો હતો ત્યારે વીજળીના તારવાળા લોખંડના પાઇપમાં ફેલાયેલ કરંટની ચપેટમાં તે આવી ગયો. મોનૂને કરંટ લાગ્યો અને તે પાઇપ સાથે ઘણીવાર સુધી ચીપકેલો રહ્યો. પછી ત્યાંથી નીકળી રહેલી એક મહિલાની નજર તેના પર પડી. બાળકને પોલ સાથે ચીપકેલો જોઇ તેની ચીસ નીકળી ગઇ. શોર મચતા જ ત્યાં બીજા લોકો પણ આવી ગયા.

લોકોની ભીડે કોઇક રીતે બાળકને પોલથી હટાવ્યો અને તરત ઘટનાની જાણકારી મોનૂના પરિવારને આપી. બધા તેને લઇને હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાં તપાસ કર્યા બાદ તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો. દીકરાની મોતની ખબર સાંભળતા જ માતા ચીસ પાડતા બેહોંશ થઇ ગઇ. ઘટના બાદથી પરિવાર સહિત પૂરો વિસ્તાર ગમમાં ડૂબેલો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, મોનૂનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશના ફરુખાબાદના ગામ અહેમદગઢનો રહેવાસી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે પાનીપતમાં આવીને વસેલો છે.

જે મહિલાએ મોનુને પોલ સાથે ચોંટેલો જોયો તેણે કહ્યું કે તે કોઈ કામ માટે ઘરની બહાર નીકળી હતી. ત્યારે જ તેણે જોયું કે બાળક ઈલેક્ટ્રીક વાયર માટે ફીટ કરવામાં આવેલ લોખંડની પાઈપ સાથે ચોંટેલું હતું. તેની બૂમો સાંભળતા જ બીજા લોકો પણ સ્થળ પર આવી ગયા અને બાળકને પોલ પરથી હટાવવામાં આવ્યો. જો કે, ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોએ જણાવ્યું કે કોલોનીની ઘણી ગલીઓમાં આવા લોખંડના પાઈપ છે. જેના કારણે હંમેશા વીજ કરંટ લાગવાનો ભય રહે છે.

તેમ છતાં વિજ વિભાગ અને મહાનગરપાલિકા આ ​​બાબતે ધ્યાન આપતા નથી. જો કે, એક રીપોર્ટ અનુસાર ગલીમાં રમતા રમતા બાળક અચાનક લોખંડના થાંભલાની ચપેટમાં આવી ગયુ હોવાનું પણ સામે આવ્યુ છે. પરિવારના સભ્યોના નિવેદનના આધારે સીઆરપીસીની કલમ 174 હેઠળ આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક મોનુ ધોરણ 1નો વિદ્યાર્થી હતો અને બે ભાઈ બહેનમાં નાનો હતો. તેની મોટી બહેન ત્રીજા ધોરણની વિદ્યાર્થીની છે. મોનુના મોત બાદ કોલોનીમાં શોકનો માહોલ છે. વીજ નિગમ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Shah Jina