વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત ! પંચમહાલમાં લગ્નમાં ડાન્સ કરતાં કરતાં અચાનક ઢળી પડયો યુવક અને થઇ ગયુ મોત

પંચમહાલમાં લગ્નમાં નાચતો નાચતો યુવકને બિલ્લી પગે આવ્યું મોત, ભયાનક વીડિયો આવ્યો સામે, હિમ્મત હોય તો જ જોજો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોત થવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં કોઇને ક્રિકેટ કે ફુટબોલ રમતા તો કોઇને જીમમાં એક્સરસાઇઝ કરતા તો કોઇને લગ્નના વરઘોડામાં નાચવા દરમિયાન હાર્ટ એટેક આવે છે અને તેમનું મોત નિપજે છે. ત્યારે હાર્ટએટેકના છેલ્લા કેટલાક સમયમાં તો એટલા કિસ્સા વધી ગયા છે કે, લોકોને હવે છાતીમાં દુખે તો પણ ડર લાગવા લાગે છે.

ચાલતા ચાલતા અચાનક માણસ ઢળી પડે છે તો લગ્નમાં નાચતા નાચતા અચાનક કોઇને હાર્ટએટેક આવી જાય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરઘોડામાં નાચતા નાચતા એક યુવક જમીન પર ઢળી પડ્યો અને તેને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થઇ ગયુ. મોરવા હડફના રજાયતા ગામમાં વરરાજાને ડીજેના તાલે નચાવતાં સમયે વરરાજાનો મિત્ર અચાનક જમીન પર ઢળી પડ્યો અને તે બાદ ડીજેમાં દોડધામ મચી ગઇ. યુવક બેભાન થયા બાદ હોંશમાં ન આવ્યો.

બેભાન અવસ્થામાં યુવકને સંતરામપુર સારવાર માટે લઇ જવામાં આવી રહ્યો હતો. જોકે, તેનું સારવાર મળે એ પહેલા જ રસ્તામાં મોત નીપજ્યું. યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની સંભાવના ડોક્ટરોએ વ્યક્ત કરી હતી. યુવકની ઉંમર લગભગ 27 વર્ષની જ હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં નાના નાના યુવકોને હાર્ટ એટેક આવતા મોત થયાના કિસ્સા અનેક સામે આવે છે, જેને કારણે લોકો ચિંતામા પણ મૂકાયા છે.

Shah Jina