રાની મુખર્જીની સાસુના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો સેલેબ્સનો જમાવડો, ભીની આંખોએ આપી અંતિમ વિદાય, જુઓ દુઃખની ઘડીમાં કોણ કોણ સાથ આપવા આવ્યું

અબજોપતિ યશ ચોપરાના પત્નીનું થયું નિધન, અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો સેલેબ્સનો જમાવડો, જુઓ દુઃખની ઘડીમાં કોણ કોણ સાથ આપવા આવ્યું

બોલીવુડમાંથી આવી રહેલી એક પછી એક દુઃખદ ખબરોને લઈને ચાહકો પણ શોકમાં ડૂબી ગયા છે. ગત રોજ એક એવી જ ખબરે ચાહકોને ફરી પાછા શોકમાં ગરકાવ કરી દીધા. બોલિવૂડ ફિલ્મ પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરાની માતા અને દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાની પત્ની પામેલા ચોપરા હવે આપણી વચ્ચે નથી રહ્યા.

પામેલા ચોપરાએ ગઇકાલે એટલે કે 20 એપ્રિલે સવારે અંતિમ શ્વાસ લીધા હોવાની ખબર છે. ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાની માતા અને રાની મુખર્જીની સાસુ પામેલા ચોપરા છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી અને વય-સંબંધિત બિમારીઓને કારણે જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહી હતી. આખરે પામેલા ચોપરાએ ગઇકાલે ​​સવારે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર ગતરોજ કરવામાં આવ્યા. એ પહેલા આદિત્ય ચોપરાના ઘરે તેમના અંતિમ દર્શન માટે સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો.

કરણ જોહર આ દુઃખદ ક્ષણમાં ભાગ લેવા માટે બોલિવૂડ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાના ઘરે આવ્યો હતો. કરણ જોહર તેની મામી પામેલા ચોપરાના નિધન પર ખૂબ જ દુઃખી દેખાઈ રહ્યો હતો. આ ઉપરાંત બૉલીવુડના બિગ બી એવા અમિતાભ બચ્ચન પણ તેમના દીકરા અભિષેક બચ્ચન અને પુત્રવધુ ઐશ્વર્યા રાય સાથે આવી પહોંચ્યા હતા.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ પામેલા ચોપરાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે તેના મિત્ર આદિત્ય ચોપરાના ઘરે પહોંચ્યો હતો. આદિત્ય ચોપરાની માતાના નિધનના દુઃખદ સમાચાર મળતા જ વરિષ્ઠ અભિનેત્રી પૂનમ ઢિલ્લોન પણ અહીં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પામેલા ચોપરાના નિધન પર બોલિવૂડ ફિલ્મ સ્ટાર રણવીર સિંહ પણ તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે હાજર રહ્યો હતો. ફિલ્મ સ્ટાર હ્રતિક રોશને પણ આદિત્ય ચોપરાની માતા પામેલા ચોપરાના નિધન બાદ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત અભિનેત્રી કેટરીના કૈફ અને વિક્કી કૌશલ પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આદિત્ય ચોપરાની માતાના નિધનના સમાચાર મળતા જ ફિલ્મમેકર બોની કપૂર પણ અહીં પહોંચી ગયા હતા. અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ આદિત્ય ચોપરાની દિવંગત માતા પામેલા ચોપરાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત શ્રદ્ધા કપૂરે પણ આ દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનેત્રી કાજોલ પણ અંતિમ દર્શન માટે આદિત્ય ચોપરાના ઘરે પહોંચી હતી. આ ઉપરાંત અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. યશ ચોપરાની ફિલ્મોની હિરોઈન રહી ચુકેલી વરિષ્ઠ અભિનેત્રી પૂનમ આ પ્રસંગે ખૂબ જ ઉદાસ દેખાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કોરિયોગ્રાફર અને નિર્દેશક સબીના ખાન પણ આદિત્ય ચોપરાના ઘરે પહોંચી હતી. જ્યાં તેણે પામેલા ચોપરાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રખ્યાત કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ પણ પામેલા ચોપરાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા નિર્માતા-નિર્દેશક આદિત્ય ચોપરાના ઘરે પહોંચી હતી.

Niraj Patel