ઓપરેશન ગંગાની પાકિસ્તાનીઓ પણ કરી રહ્યા છે પ્રસંશા, કહ્યું, “અમારો ઇમરાન ખાન તો જીવ બચાવીને રશિયાથી ભાગી ગયો…” જુઓ વીડિયો

રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાન યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં ઘણા લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે, ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશ ગંગાની શરૂઆત કરવામાં આવી છે, જે હેઠળ અત્યાર સુધી ઘણા ભારતીયોની વતન વાપસી પણ થઇ ચુકી છે. ત્યારે ભારતના આ ઓપરેશ ગંગાની પાકિસ્તાન પણ પ્રસંશા કરી રહ્યું છે.

તો ભારતના ઓપરેશન ગંગાને જોઈને પાકિસ્તાની વિદ્યાર્થીઓ તેમની ઈમરાન ખાન સરકાર ઉપર નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે હજારો પાકિસ્તાની વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનની અંદર ફસાયેલા છે. યુક્રેનમાં ફસાયેલા પાકિસ્તાની વિધાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તેઓ રડી રહ્યા છે અને સાથે જ ભારતના વખાણ કરી રહ્યા છે અને તેમના દેશ પાકિસ્તાનને ફરિયાદ કરી રહ્યા છે. ભારતે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા 1300થી વધુ ભારતીય લોકોને બહાર કાઢ્યા છે. ત્યારે હવે પાકિસ્તાની વિધાર્થીઓ ઓપરેશન ગંગાનું ઉદાહણ આપીને ઇમરાન ખાન સરકાર ઉપર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

યુક્રેનમાં ફસાયેલા એક પાકિસ્તાની વિદ્યાર્થીએ વીડિયો ટ્વીટ કરીને કહ્યું, “ભારત અમારા કરતા સારું છે. અહીં ફસાયેલા ભારતીયોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી, તેમને તેમના દેશમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમે પાકિસ્તાની હોવાના કારણે નુકસાનમાં છીએ.” ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે તેમના ઘરે જતા જોઈને પાકિસ્તાનીઓ તેમની સરકારની ટીકા કરી રહ્યા છે. ઘણા લોકોપાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ પોતાનો જીવ બચાવીને એકલા રશિયાથી ભાગી ગયા છે.

યુક્રેનમાં પાકિસ્તાનની એમ્બેસીમાં પૈસા નથી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ મદદ માટે દૂતાવાસનો સંપર્ક કર્યો, ત્યારે દૂતાવાસે એમ કહીને હાથ ઊંચા કરી દીધા કે તેમની પાસે ફંડ નથી. આ પછી પાકિસ્તાની વિદ્યાર્થીઓએ વીડિયો બનાવીને તેમના દૂતાવાસની ગરીબીનો પર્દાફાશ કર્યો હતો.

તો બીજી તરફ પાકિસ્તાનના વિપક્ષી નેતા અને પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફની દીકરી મરિયમ નવાજ પણ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર ઉપર પ્રહાર કરતી જોવા મળી હતી. તેને પણ એક ટ્વીટ કરીને ઇમરાન ખાનની સરકારને પૂછ્યું હતું કે, “યુક્રેનમાં ફસાયેલા પાકિસ્તાની વિધાર્થીઓને કોઈ બહાર કાઢનારું છે ?”

Niraj Patel