વાયરલ

લતા મંગેશકરના ગીત પર ડાન્સ કરી રહેલી પાકિસ્તાની યુવતીને ટક્કર આપવા માટે આવ્યો ભારતનો આ યુવક, એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે જુઓ વીડિયો

પાકિસ્તાની યુવતીના ડાન્સ સ્ટેપને કોપી કરી રહેલા આ ભારતીય યુવકનો વીડિયો રાતોરાત થઇ ગયો વાયરલ, લોકોએ કોમેન્ટ કરીને જે કહ્યું એ જાણીને… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં આજે કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય એની કોઈને ખબર નથી હોતી, હજારો કિલોમીટર દૂર પણ જો કોઈ વીડિયો બન્યો હોય તો પણ રાતોરાત વાયરલ થઇ જતો હોય છે અને લોકો પણ તેની ખુબ જ મજા માણતા હોય છે. થોડા દિવસ પહેલા જ એક પાકિસ્તાની છોકરીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે લતા મંગેશકરના એક ગીત પર ડાન્સ કરી હતી. આ વીડિયોએ લોકોનું ખુબ જ ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.

ત્યારે હવે આ પાકિસ્તાની છોકરીને ટક્કર આપવા માટે એક ભારતીય યુવક પણ મેદાનમાં આવ્યો છે અને તે ગીત પર જ તે જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ યુવકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. પાકિસ્તાની છોકરીએ જેમ લીલા રંગનો ડ્રેસ પહેરીને ડાન્સ કર્યો હતો તેમ જ આ યુવકે પણ લીલા રંગનો કુર્તો પહેરીને શાનદાર ડાન્સ કર્યો.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહેલો ભારતીય યુવક મુંબઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોને અરસલાન ખાન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પણ શેર કરવામાં આવ્યો છે, સાથે જ કેપ્શનમાં લખવામાં આવ્યું છે, “જયારે હું પણ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ ફીડને રિફ્રેશ કરું છું ત્યારે મને આજ દેખાય છે, તો મેં પણ વિચાર્યું કે હું પણ બનાવી લઉ.”

 

View this post on Instagram

 

A post shared by @the_arsalaan_khan

આ વીડિયોમાં તમે અરસલાનને વાયરલ ડાન્સ પર્ફોમન્સને કોપી કરતા જોઈ શકો છો. જયારે તેના મિત્રો તેની નજીકમાં બેસીને ચીયર કરતા જોવા મળી રહ્યા છે. તેની જબરદસ્ત એનર્જી અને તેના સ્ટેપ જોઈને લોકો પણ મોહિત થઇ ગયા છે. આ વીડિયોને ત્યાર સુધીમાં 5 લાખ કરતા પણ વધુ લોકો લાઈક કરી ચુક્યા છે, જયારે 62 લાખ કરતા પણ વધુ લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. ઘણા લોકો આ વાયરલ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.