પાકિસ્તાનની બે-બે સુંદર સ્ત્રીઓનું રૂપ જોઈને ફસાયો આપણો સેનાનો જવાન, ચુપકેથી હસીનાઓએ ગુપ્ત જાણકારી મેળવી લીધી, જાણો સમગ્ર મામલો 

ભારતીય સેનામાં ફરી એકવાર હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હની ટ્રેપનો ભોગ બનેલા સેનાના જવાનોએ દેશ વિરુદ્ધ જાસૂસી કરી હતી. રાજસ્થાન પોલીસના ઈન્ટેલિજન્સ સેલે જાસૂસીના આરોપમાં 24 વર્ષના એક જવાનની ધરપકડ કરી છે. સેનાનો આ જવાન પાકિસ્તાની એજન્ટોને ગુપ્ત માહિતી લીક કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ સૈનિક ભારતીય સેના સાથે જોડાયેલી માહિતી અને વીડિયો પાકિસ્તાનની મહિલાઓને મોકલતો હતો.

આરોપી જવાન શાંતમય રાણા રાજસ્થાનમાં પોસ્ટેડ હતો અને બે મહિલાઓએ તેને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ જવાને પાકિસ્તાની એજન્ટોને ઘણી ગુપ્ત માહિતી આપી છે. બદલામાં પૈસા આપ્યાની માહિતી પણ સામે આવી છે. કેસ નોંધ્યા બાદ આરોપી જવાનની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈને પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું કે આરોપીએ પોતાની રેજિમેન્ટ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી અને કથિત મહિલાઓ સાથે સેનાની કવાયતના વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા હતા.

મિશ્રાએ કહ્યું, “આરોપી છેલ્લા કેટલાક સમયથી રાજ્ય પોલીસની ગુપ્તચર શાખાના રડાર પર હતો અને તેને 25 જુલાઈએ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે એક પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો જેણે પોતાનો પરિચય ગુરનૂર કૌર ઉર્ફે અંકિતા તરીકે આપ્યો હતો, નિશા નામની બીજી મહિલા પણ તેના સંપર્કમાં હતી.”

ઉમેશ મિશ્રાએ કહ્યું કે આરોપીએ કહ્યું છે એક મહિલા (અંકિતા)એ તેને કહ્યું કે તે ઉત્તર પ્રદેશમાં ‘મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ’માં પોસ્ટેડ છે જ્યારે બીજી (નિશા)એ તેને કહ્યું કે તે ‘મિલિટરી નર્સિંગ સર્વિસ’માંથી છે. તેણે કહ્યું, “મહિલાઓએ તેને ફ્રેમ કરી અને તેની પાસે માહિતી માંગી, સૈનિકે તેની રેજિમેન્ટ સાથે જોડાયેલી ગોપનીય માહિતી અને આર્મી એક્સરસાઇઝથી સંબંધિત વીડિયો શેર કર્યા. આના બદલામાં તેને પૈસા પણ મળતા હતા, રાણા માર્ચ 2018થી ભારતીય સેનામાં પોસ્ટેડ છે.

Niraj Patel