કેવા પત્રકાર ભર્યા છે દુનિયામાં ? વાવાઝોડાનું રિપોર્ટિંગ કરતી વખતે પાણીમાં કૂદકો મારી દીધો રિપોર્ટરે, વીડિયો થયો વાયરલ, જુઓ

આવું રિપોર્ટિંગ તો આજ પહેલા ક્યારેય નહિ જોયું હોય, વાવાઝોડાના રિપોર્ટિંગ સમયે પત્રકારે માઈક સાથે માર્યો પાણીની અંદર કૂદકો, વીડિયો જોઈને હક્કાબક્કા રહી ગયા લોકો, તમે પણ જુઓ

Cyclone Biparjoy Pakistan Video : હાલ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયેલું છે, જેને લઈને તંત્ર પણ ખડેપગે છે, તો આ દરમિયાન ન્યુઝ રિપોર્ટરો પણ પળ પળની અપડેટ આપી રહ્યા છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે, પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

અરબી સમુદ્રમાં આવી રહેલું ચક્રવાતી તોફાન બિપરજોય આજે ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતના કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે. સાથે જ આ તોફાન પાકિસ્તાનના કરાચીમાં પણ જોવા મળશે. ત્યારે અન્ય રિપોર્ટરની જેમ એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને લોકો હસવાનું રોકી નથી શકતા.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાકિસ્તાનનો એક રિપોર્ટર દરિયા કિનારે ઉભા રહીને રિપોર્ટિંગ કરી રહ્યો છે. તોફાન અપડેટ આપતા રિપોર્ટર. તે દરિયાની ઊંડાઈ વિશે વાત કરી રહ્યો છે અને વાવાઝોડા પહેલા તમામ કામ બંધ કરી દેવામાં આવ્યા છે અને બોટ અને જહાજોને કિનારે મૂકી દેવામાં આવ્યા છે.

આ રિપોર્ટર કેટલીક એવી માહિતી આપી રહ્યો છે, પછી તે સમુદ્રની ઊંડાઈ માપવા માટે પાણીમાં કૂદવાની વાત કરે છે. તે તેના કેમેરામેનને દરિયામાં કૂદતા તેનો વીડિયો રેકોર્ડ કરવા કહે છે. પછી તે તાણમાં આવે છે અને પાણીમાં કૂદી પડે છે. પાણીમાં કૂદીને, તે સ્વિમિંગ કરતી વખતે અહેવાલ આપે છે. તે લોકોને કહે છે કે સમુદ્ર એટલો ઊંડો થઈ ગયો છે કે પાણીનું સ્તર ઘણું વધી ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આગળ તે એમ પણ કહે છે પાકિસ્તાનના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પછી તે કિનારે બાંધેલી બોટ પાસે જઈને બતાવે છે અને વારંવાર ડૂબકી મારીને દરિયાની ઊંડાઈ માપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આ વીડિયો હાલ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel