યુવકના રાત્રે થયા લગ્ન અને સવારે બન્યું એવું કે યુવકનો ચાલ્યો ગયો જીવ, લગ્નની ખુશીઓ માનવતો પરિવાર શોકમાં ડૂબ્યો

લગ્ન એક એવો પ્રસંગ છે જેના કારણે એક નહિ પરંતુ બે ઘરમાં ખુશીઓ આવે છે. પરંતુ ઘણીવર એવી ઘટનાઓ બનતી હોય છે કે લગ્ન પ્રસંગ પણ શોક પ્રસંગમાં ફેરવાઈ જાય છે. ગયા મહિને જ એવી એક ઘટના રાજસ્થાનમાં આવેલા ઢાઢરમાં બની હતી. જેમાં એક યુવકના રાત્રે લગ્ન થયા અને સવારે તો તેનો જીવ પણ ચાલ્યો ગયો.

ઢાઢરમાં આવેલા લાખાઉ ગામમાં આ ઘટના બની છે જ્યાં એક 22 વર્ષીય યુવકનું ગાડી પલ્ટી ખાઈ જવાના કારણે મોત થયું હતું. 9 માર્ચના રોજ આ યુવકના લગ્ન થયા અને 10 માર્ચના રોજ તો તેનું અકસ્માતમાં મોત પણ થઇ ગયું હતું.

જાણકારી પ્રમાણે 9 માર્ચના રોજ કસ્વા નિવાસીઅનિલના પુત્ર રોહિતાશની જાન મંગળવારના રોજ ઝુંઝૂનું જિલ્લામાં ગઈ હતી. પરિવાર આ લગ્નમાં ખુબ જ ખુશ હતો. 11 માર્ચની સવારે યુવક દુલ્હનને લઈને પોતાના ઘરે પહોંચ્યો.

દુલ્હનને પોતાના ઘરે ઉતારી અને તે કેટલાક સંબંધીઓને લેવા માટે સિરસલા જઈ રહ્યો હતો. પરંતુ લાખાઉ પાસે ગાડી પલ્ટી જવાના કારણે તે ઘાયલ થઇ ગયો. ઘાયલ અવસ્થામાં જ યુવકને ચુરૂના ડીબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. પરંતુ ત્યાંથી પણ તેને રેફર કરી દેવામાં આવ્યો.

ત્યારબાદ યુવકને સીકરના એસકે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત થઇ ગયું. 11 માર્ચની સાંજે જ તેના ગામમાં તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો. આ ઘટનાને લઈને દુધવાખારા પોલીસ હોસ્પિટલ પહોંચી પરંતુ પરિવારજનોએ કોઈપણ પ્રકારનો કેસ દાખલ કરવાથી મનાઈ કરી દીધી.

Niraj Patel