સુરત: માનવતા મહેંકી ઉઠી, કામિનીબેન પટેલના પરિવારે અંગ દાન કર્યું,160 મિનીટમાં હૈદરાબાદનું અંતર કાપી કરાવ્યુ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ

સુરત : સુરતમાં અંગદાનનો સિલસિલો યથાવત છે ત્યારે અંગદાન એ મહાદાન આ સૂત્રને સાર્થક કરતાં હ્રદય અને ફેફસાનું દાન કરવામાં આવ્યુ છે. કોરોના મહામારીની બીજી લહેર બાદ સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના બની છે. બારડોલીના ટીંબરવા ગામના 46 વર્ષીય બ્રેઈનડેડ થયેલાં કામિનીબેન પટેલના પરિવારે તેમના અંગોનું દાન કરી 7 વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે.

તેમના હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યુ છે. આવી સ્થિતિમાં પણ પટેલ પરિવારે અંગદાનનો પ્રેરણારૂપ નિર્ણય કરતાં અન્ય લોકોને પણ નવું જીવન આપ્યુ છે તેમજ તેમના જીવનમાં થોડી ખુશીઓ પણ લાવી છે. ઉલ્લેખનીય છે કે, સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મિનીટમાં, હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મિનિટમાં કાપી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

તમને જણાવી દઇએ કે, હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલના ડો.વિવેક સિંગ, ડો.પ્રેમ આનંદ અને ટીમે આવી ફેફસાનું દાન સ્વીકાર્યું, જયારે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડો.સંદીપ સિંહા, ડો.રોહિતની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, અમદાવાદની IKDRC ના ડો.પ્રાંજલ મોદી અને તબીબી ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડો.પ્રફુલ શિરોયાએ ચક્ષુઓનું દાન સ્વીકાર્યું.

17 મેના રોજ સવારે કામિનીબેનની તબિયત થોડી બગડી હતી, તેઓ ઉભા થવા જતા હતા પરંતુ તેમનાથી ઉભા થવાયું નહિ. અને તે જ કારણે પરિવારે ડોક્ટરને બોલાવ્યા અને તેમની તપાસ કરી ત્યારે તેમનુ બ્લડ પ્રેસર ખુબ જ વધી ગયું હોવાનું જણાવ્યું તેથી તેમને તરત જ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા અને સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યુ હતું. વધુ સારવાર માટે તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે ન્યુરોસર્જન ડૉ.મિલન સેજલીયા દ્વારા ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કરાયો હતો.

Shah Jina