પુલનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા નેતાજીએ જેવી જ પુલની રીબીન કાપી કે ધડામ દઈને પુલ નીચે પડ્યો, ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે, જુઓ

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આજે કોઈપણ ઘટના વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. ઘણીવાર કેટલીક ઘટનાઓ હાસ્યાસ્પદ પણ બનતી હોય છે, તો દૂર દેશમાં બનેલી કોઈ ઘટનાના વીડિયો પણ ગણતરીના સમયમાં જ વાયરલ થઇ જતો હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પુલનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચેલા નેતાજીએ જેવી જ રીબીન કાપી કે પુલ કકડભૂસ થઈને પડી ગયો.

આ મામલો સામે આવ્યો છે કોંગોમાંથી. જ્યાં એક પુલ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન જ તૂટી પડ્યો હતો. આયોજકે પુલના ઉદ્ઘાટન માટે રિબન કાપતાની સાથે જ પુલ તૂટી ગયો હતો અને પુલનો મધ્ય ભાગ નીચે વહેતા પાણીમાં ગરકાવ થયો હતો. તે જાણીતું છે કે સોમવારે કોંગોની રાજધાનીમાં ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે ઘણા મહાનુભાવો એકઠા થયા હતા. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બ્રિજ પર અનેક લોકો પણ હાજર હતા.

બ્રિજના ઉદ્ઘાટન માટે એક વ્યક્તિએ રિબન કાપતાની સાથે જ પુલ તૂટીને નીચે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને ન્યૂઝ એજન્સી રોઈટર્સ દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું છે. કિન્શાસાના મોન્ટ-મોન્ટ-નગાફૂલા જિલ્લામાં સમારંભ દરમિયાન એક આયોજકે રિબન કાપતાં પુલની બંને રેલિંગ તૂટી ગઈ હતી અને પુલનો મધ્ય ભાગ નીચે વહેતા પાણીમાં પડ્યો હતો.

જ્યારે બ્રિજ ધરાશાયી થયો અને VIP લોકો આ બ્રિજ પરથી બહાર નીકળીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર દર્શકો આ બધું જોઈને બૂમો પાડવા લાગ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુલ ધરાશાયી થયા બાદ અચાનક ભગદોડ મચી ગઈ.

લોકો એકબીજાને બચાવવાનો ઘણો પ્રયાસ કરતા જોવા મળે છે. બ્રિજના ઉદ્ઘાટન માટે રિબન કાપી રહેલી મહિલાને ત્યાં હાજર સુરક્ષાકર્મી બચાવતા જોવા મળે છે.  બ્રિજની નીચે પડ્યા પછી, અંતે કાળા ચશ્મા પહેરેલા એક સુરક્ષાકર્મી પુલ પર સરળતાથી ચડતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel