મોટા સમાચાર: આ દિગ્ગજ કંપનીનો ફોન ત્રીજી વાર ફાટ્યો, બિચારાના એવી હાલત થઇ ગઈ કે જોતા જ ધ્રાસ્કો લાગશે

OnePlus પહેલા પ્રીમિયમ સ્માર્ટફોન ઓફર કરતું હતું પરંતુ ગયા વર્ષે કંપનીએ મિડરેન્જ સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. OnePlus નોર્ડ સાથે મિડરેન્જ માર્કેટમાં OnePlusની એન્ટ્રી સારી રહી હતી, પરંતુ તે પછી આ સીરીઝના ફોનમાં એટલી બધી સમસ્યાઓ આવવા લાગી છે જેનો કોઈને અંદાજો પણ ન હતો. OnePlus Nord 2 ભારતમાં આ વર્ષે જુલાઈમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારથી OnePlus Nord 2ને આગ લાગવાની સતત ફરિયાદો આવી રહી છે. છેલ્લાં 3 મહિનામાં આ ત્રીજી વખત ફોન બ્લાસ્ટ થયો છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પણ યૂઝર OnePlus Nord 2માં આગ લાગવાની ફરિયાદ કરે છે ત્યારે કંપની આગના કારણ માટે યુઝરને જવાબદાર માને છે.

હવે અન્ય OnePlus Nord 2માં આગ લાગી હોવાના અહેવાલ છે. ટ્વિટર યુઝરે ફોનના ઘણા ફોટા પણ શેર કર્યા છે. ફોટો જોઈને કહી શકાય કે આગ ફોનની નીચે ડાબી બાજુ લાગી હતી. બ્લાસ્ટ સમયે ફોન પારદર્શક TPU કેસમાં હતો અને તેને જોતા એવું લાગે છે કે બ્લાસ્ટ બાદ તે નીચેથી બે ભાગમાં ફાટી ગયો છે. આ અકસ્માતમાં યુઝરની જાંઘમાં ગંભીર ઈજા થઈ છે. જોકે આ અકસ્માતમાં યુઝરનો જીવ બચી ગયો એ રાહતની વાત હતી. કંપનીએ OnePlus Nord 2માં બ્લાસ્ટને લઈને સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે.

OnePlusનું કહેવુ છે કે, “અમે આવી ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમારી ટીમ પહેલાથી જ વપરાશકર્તાનો સંપર્ક કરી ચૂકી છે અને અમે વધુ તપાસ કરવા વિગતો એકત્રિત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ ઘટના વિશે જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તે કથિત OnePlus Nord 2ની ડાબી બાજુમાં કોઈ ખામીને કારણે થયું હતું. ફોનને જે નુકસાન થયું તે તો થયું પરંતુ યુઝરને ઘણી ઈજા પણ થઈ છે.

બ્લાસ્ટને કારણે યુઝરની જાંઘ ગંભીર રીતે દાઝી ગઈ હતી. એવું કહેવાય છે કે જ્યારે ફોનમાં વિસ્ફોટ થયો ત્યારે ઉપકરણ યુઝરના ખિસ્સામાં રાખવામાં આવ્યો હતો. OnePlus Nord 2 માં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અગાઉ વધુ એક OnePlus Nord 2 માં આગ લાગ્યા બાદ કંપનીએ કહ્યું હતું કે યુઝરનો દાવો ખોટો છે. OnePlus Nord 2 ભારતમાં રૂ. 27,999ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.

@OnePlus_IN Never expected this from you #OnePlusNord2Blast see what your product have done. Please be prepared for the consequences. Stop playing with peoples life. Because of you that boy is suffering contact asap. pic.twitter.com/5Wi9YCbnj8

ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટ 2021ના રોજ અંકુર શર્મા નામના યુઝરે જણાવ્યું હતુ કે તેની પત્નીનો 5 દિવસ જૂનો oneplus nord 2 સાઈકલિંગ દરમિયાન બ્લાસ્ટ થયો. બ્લાસ્ટને કારણે ફોનની બેક પેનલ સંપૂર્ણ રીતે ડેમેજ થઈ હતી. આવા જ બીજા એક કેસની વાત કરીએ તો, 8 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર ગૌરવ ગુલાટી નામના વકીલે આ ફોન બ્લાસ્ટ થયો હોવાની વાત કરી.

Shah Jina