લગ્નમાં પત્ની-પત્નીએ એક કોન્ટ્રાકટ કર્યો સાઈન, જેમાં મહિનામાં 1 જ પીઝા ખાવાના લખ્યું, અને પછી પીઝા હટમાંથી મળી એવી ભેટ કે હવે દર મહિને… જુઓ

આજે સોશિયલ મીડિયામાં શું વાયરલ થઇ જાય તે કોઈ નથી જાણતું. ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા જ સ્ટાર પણ બની ગયા અને ઘણા લોકોનું જીવન પણ બદલાઈ ગયું. લગ્નની અંદર પણ ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જેના વીડિયો ધડાધડ વાયરલ થઇ જતા હોય છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ એક એવા કપલનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક કોન્ટ્રાકટ સાઈન કરતા જોવા મળ્યા હતા.

આસામમાં લગ્ન પહેલા જ એક કપલે ફૂડ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, જે પછી હવે પિઝા હટે દર મહિને બંનેને પિઝા આપવાનો નિર્ણય કર્યો છે. ચાલો તમને જણાવીએ શું હતો સમગ્ર મામલો. આ વર્ષે જૂન મહિનામાં, આસામમાં લગ્નના બરાબર પહેલા, એક દંપતીએ ધાર્મિક વિધિઓ વચ્ચે નાની વસ્તુઓ માટે એક મજેદાર વિશેષ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

જેમાં દરરોજ જીમમાં જવું, દર 15 દિવસ પછી ખરીદી કરવા જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. અને દર મહિને એક વખત પિઝા ડેટ પર જવું એ એક વસ્તુ છે જે તેઓ સાથે મળીને કરવાનું પસંદ કરે છે. આ વખતે કડવા ચોથના અવસર પર પિઝા હટ એ બંનેને એક શાનદાર સરપ્રાઈઝ આપ્યું છે. કડવા ચોથના અવસર પર પિઝા હટે દર મહિને બંનેને પિઝા આપવાનું નક્કી કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Pizza Hut India (@pizzahut_india)

પિઝા હટ ઈન્ડિયાએ તાજેતરમાં તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર આ જાહેરાત કરી છે. આઉટલેટે લખ્યું, ‘મારા પતિ સાથે લાંબા અને સુખી જીવન માટે મહિનામાં એક પિઝા!! આ તે સોદો છે જેના માટે આપણે જીવી રહ્યા છીએ. તમામ પિઝા પ્રેમી યુગલોને કડવા ચોથની શુભકામનાઓ. આ જાહેરાત આસામના આ કપલના વીડિયો સાથે કરવામાં આવી છે.

Niraj Patel