આ ચાચાનો જિમમાં સ્વેગ જોઈને ભલ ભલા જુવાનિયા પણ ભોંઠા પડી ગયા, એવી કરી કસરત કે વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું મંચ બની ગયું છે જ્યાં કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. સોશિયલ મીડિયા ઉપર લોકો પોતાના ગજબના ટેલેન્ટને પણ બતાવતા હોય છે અને ઘણીવાર તો એવા અદભુત ટેલેન્ટને જોઈને આપણા પણ હોશ ઉડી જતા હોય છે. પરંતુ હાલમાં એક ચાચાનો એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને સોશિયલ મીડિયાના માહોલને ગરમ કરી દીધો છે.

વાયરલ વીડિયોની અંદર એક ઉંમરવાળા કાકા જિમમાં કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ ચાચાને કસરત કરતા જોઈને એક ક્ષણ માટે તો તમે પણ હેરાન રહી જશો, કે આ ઉંમરે પણ આ ચાચા ફિટ એન્ડ સ્ટ્રોંગ રહેવા માટે જિમમાં પરસેવો પાડી રહ્યા છે. આ ચાચાને જોઈને જુવાનિયા પણ ભોંઠા પડી જતા હોય તેમ લાગી રહ્યું છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાચાએ જિમના કપડાં નથી પહેર્યા પરંતુ ધોતી અને ઝભ્ભો પહેર્યો છે. આ ઉપરાંત તેમને માથા ઉપર પણ પાઘડી પહેરી છે, સાથે જ તે જિમમાં સાધનો ઉપર કસરત કરી રહ્યા છે, તેમની આસપાસ જુવાનિયા પણ જોવા મળી રહ્યા છે, જે આ ચાચાને જોઈને હેરાન પણ રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by khushi 1m (@khushi92_)

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ કોમેન્ટ કરી અને આ ચાચાના જોમ અને જુસ્સાની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. આજના સમયમાં ફિટ રહેવું ખુબ જ જરૂરી છે અને આ ચાચા બીજા લોકો માટે પણ પ્રેરણા સમાન બન્યા છે.

Niraj Patel