ચા પીવાથી નશો આવે એ તમે સાંભળ્યું હશે પણ પહેલીવાર જુઓ નશા વાળી ચા, જોઈને જ તમારા મગજના તાર ઝણઝણી જશે, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

વાયરલ થઇ રહી છે ગોવામાં મળતી આ ઓલ્ડ મોન્ક વાળી ચા, વીડિયો જોઈને તમને પણ પીધા પહેલા જ ચઢી જશે, જુઓ

ચા પીવાના શોખીનો તમને આખા દેશમાં ગમે ત્યાં મળી જશે. વળી આપણે ત્યાં તો ચાના એવા શોખીનો છે કે તેમને જમવાનું ના મળે તો ચાલે પણ સમયે સમયે ચા મળવી જોઈએ. ચા એક નશો છે એ વાત આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ શું તમે એવી ચા જોઈ છે જેને પીવાથી નશો ચઢે ? હાલ ઇન્ટરનેટ પર એવો જ એક નશીલી ચાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ફૂડ બ્લોગરો દ્વારા તમે ઘણા બધા લોકોને અવનવી ચા બનાવતા જોયા હશે, જેમાં ચાને બનાવવાની અને ચાની અવનવી રીતો તમને જોવા મળતી હોય છે, જેમાંથી કેટલીક તમને પસંદ આવે તો કેટલીક જોઈને તમારો પિત્તો પણ છટકતો હોય છે, પરંતુ હાલ ગોવામાં એક ચા વેચનારો વ્યક્તિ નશાવાળી ચા વેચે છે.

આ વીડિયોને ટ્વીટર પર  @DrVW30 નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “ઓલ્ડ મંક રમ વાળી ચા, હવે અંત નજીક છે.” વીડિયોમાં એક ચાવાળો ચા બનાવતો જોઈ શકાય છે. સૌ પ્રથમ તે ભઠ્ઠીમાંથી કુલ્લડ કાઢે છે અને તેમાં બે ચમચી પ્રવાહી નાખે છે. આ પછી કુલ્હડને ફરીથી ભઠ્ઠીમાં ગરમ ​​કર્યા પછી, ઓલ્ડ મંક રમ તેમાં રેડે છે. ઓલ્ડ મંક રમ ઉમેરતાની સાથે જ કુલ્હડ આગ પકડી લે છે.

છેલ્લે ચા તેની સાથે ભેળવીને બીજા કુલ્હડમાં પીરસવામાં આવે છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ તેને થોડા જ સમયમાં 32 હજારથી વધુ વ્યૂઝ મળી ગયા છે. એક યુઝરે કહ્યું, “સારું છે આ ભાઈએ ચામાં ચીઝ મિક્સ નથી કર્યું.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “અમે ચા સાથે આવું કરવું સહન નહીં કરીએ.”

Niraj Patel