“સજના હે મુજે” ગીત સાંભળતા જ ફૂટી ગઈ 80 વર્ષના દાદાની જુવાની… કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે સૌ કોઈ જોતા જ રહી ગયા, વાયરલ થયો વીડિયો

દાદાનો બ્રેક ડાન્સ જોઈને તો તમે પણ બેકાબુ થઇ જશો, આ ઉંમરે પણ આટલો ગજબનો ઉત્સાહ જોઈને યુઝર્સ પણ દીવાના બન્યા, જુઓ વીડિયો

Old Grandpa’s Breakdance : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં અલગ અલગ વિષયોને લઈને વીડિયો જોવા મળે છે. તો ક્યારેક એવા ડાન્સ વીડિયો પણ સામે આવે છે જે દિલ જીતી લે છે. ઘણીવાર નાના બાળકોના તો ઘણીવાર વૃદ્ધ લોકોના ડાન્સ જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. હાલ એક એવા જ 80 વર્ષના દાદાનો ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દાદા સજના હે મુજે ગીત પર જબરદસ્ત ડાન્સ કરીને સૌના દિલ જીતી રહ્યા છે.

દાદાનો બ્રેક ડાન્સ :

જીવંતતા કોઈ ઉંમર પર નિર્ભર નથી, જેનું હૃદય જુવાન છે તે ક્યારેય વૃદ્ધ થતું નથી. આ દિવસોમાં આવા જીવંત અને ઓલરાઉન્ડર વૃદ્ધ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેનો ડાન્સ જોઈને તમારા મોંમાંથી વાહ વાહ અને હાથથી માત્ર તાળીઓ જ નીકળી જશે. આ 80 વર્ષીય ‘કાકા’ આવો બ્રેક ડાન્સ કરતા જોવા મળે છે, જેને જોઈને મોટા-મોટા ડાન્સર્સ પણ પ્રભાવિત થઈ જશે અને દિલ હારી બેસસે.

લોકોએ પાડી તાળીઓ :

ઉદયપુરવિસિત નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં 75-80 વર્ષનો એક વ્યક્તિ ખુલ્લા રસ્તા પર જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. કેટલાક અન્ય કલાકારો પણ ત્યાં પરફોર્મ કરતા જોવા મળે છે. ‘સજના ​​હૈ મુઝે સજના કે લિયે’ ગીત પર અંકલ બ્રેક ડાન્સ કરે છે, તેમના સ્ટેપ અને એનર્જી બંને અદ્ભુત છે. કાનમાં ઈયરફોન પહેરીને આ કાકા કોઈની પણ પરવા કર્યા વગર દિલ ખોલીને ડાન્સ કરે છે અને તેમના માટે ખૂબ જ તાળીઓ પડી રહી છે.

યુઝર્સે કર્યા વખાણ :

‘અંકલ’ના આ વીડિયો પર  હજારો લાઇક્સ આવી ચુકી છે અને લોકો કોમેન્ટ કરીને તેમના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું કે, ‘હું તેમને ઉદયપુરની મુલાકાત દરમિયાન મળ્યો હતો, તે ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવે છે અને એટલું સારું ગાય છે, ‘ બીજાએ લખ્યું, ‘બસ ‘કાકા’ આટલા ખુશ હોવા જોઈએ.’ ત્રીજાએ લખ્યું, ‘શાબાશ, આમ જ હસતા રહો.’ બીજાએ લખ્યું, “અંકલ” ભૂતપૂર્વ આર્મી ઓફિસર છે.

Niraj Patel