પિતાએ દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, છેલ્લે વહુનો થઇ ગયો, મકાન દીકરાના નામે કરતા જ ભગવાન જેવા માતા-પિતાને તગેડી મૂક્યા- જાણો સમગ્ર મામલો
old couple was thrown out of the house by the son : દરેક સંતાનોની ફરજ હોય છે કે તે તેમના માતા પિતાની ઘડપણમાં લાકડી બને, તેમને સાચવજે, તેમની જરૂરિયાત પૂર્ણ કરે. કારણ કે એજ માટે પિતાએ આપણે લાડ કોડથી ઉછેર્યા છે, સારું ભણાવ્યા છે અને આજે તેમના કારણે જ આપણે આપણા પગ પર ઉભા છીએ. છતાં ઘણા સંતાનો કમાતા અને લગ્નના બંધનમાં બંધાતા જ પોતાના માતા પિતાને તરછોડી દેતા હોય છે. હાલ એવો જ એક મામલો ડીસા (Deesa) માં જોવા મળ્યો. જેને સૌની આંખો ભીની કરી.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ (welcome grievance redressal program) ને 20 વર્ષ પૂર્ણ થતા જ ડીસામાં નાયબ કલેકટર નેહાબેન પંચાલના અધ્યક્ષ સ્થાને સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નાયબ કલેકટર દ્વારા વિવિધ વિષયનોને લઈને જનતાના પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને આ પ્રશ્નોનો નિકાલ કરવા અધિકારીઓને સૂચન પણ કર્યું હતું.
ત્યારે આ દરમિયાન એક એવું પણ દૃશ્ય જોવા મળ્યું જેને આંખોમાં આંસુઓ પણ લાવી દીધા. આ કાર્યક્રમમાં ડીસા પાટણ હાઇવે પર આવેલી જલારામ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પઢીયાર અને તેમના પત્ની પણ પોતાનો પ્રશ્ન લઈને ઉપસ્થિતિ રહ્યા હતા. તેમના પ્રશ્નની રજુઆત કરતા જ આખા કાર્યક્રમનો માહોલ ભાવુક બની ગયો હતો. તેમને આ કાર્યક્રમમાં તેમના દીકરા દ્વારા તેમને ઘરમાંથી કાઢી મુકવાની ફરિયાદ કરી હતી.
આ વૃદ્ધ દંપતીએ ચોધાર આંસુએ રડતા રડતા નાયબ કલેકટર સમક્ષ જણાવ્યું હતું કે તેમના દીકરાએ તેમને ઘરમાંથી કાઢી મુકવા માટે છેલ્લા 6 મહિનાથી અવનવા પેતરા રચી તેઓના ઘરની લાઈટ અને પાણી કનેક્શન પણ કપાવી નાખી તેઓને ઘરમાંથી કાઢી મુકતા રોડ પર રહેવાનો વારો આવ્યો. વૃદ્ધ પ્રકાશભાઈ પઢિયારે જણાવ્યું કે “તેઓના નામે લોન ન થતા લોન કરવા માટે મકાન દીકરાના નામે કર્યું હતું અને દીકરો અને તેના વહુ ખૂબ જ ખરાબ નીકળ્યા”
ત્યારે આ મામલે નાયબ કલેકટર નેહાબેને વૃદ્ધ દંપતીને ગળે લગાવીને સાંત્વના પાઠવી હતી. તેમજ તેમના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા નગરપાલિકાને પાણી કનેક્શન તેમજ વીજ કંપનીને વીજ કનેક્શન આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમના દીકરા પાસેથી ભરણપોષણ અપાવવા પણ સમાજ કલ્યાણ વિભાગને તાકીદ કરવામાં આવી હતી.