લો બોલો… આ સરકારી બાબુનો આઈફોન જળાશયમાં પડી ગયો તો 21 લાખ લીટર પાણી વહાવી દીધું, હવે કલેક્ટરે આપી દીધા આ આદેશ… જુઓ વીડિયો

1 લાખના iPhone શોધવા છોડ્યુ 21 લાખ લીટર પાણી, વીડિયો જોઈને તમારો મગજ ફાટશે

Officer Draining Dam Water To Find Mobile : આપણા દેશમાં સરકારી કર્મચારીઓના ઠાઠમાઠ તમે જોયા જ હશે. સરકારી કચેરીઓમાં તમે કોઈ 5 મિનિટનું કામ લઈને ગયા હોય તો પણ તમારે ધરમ ધક્કા ખાવા જ પડતા હોય છે. ત્યારે જયારે સરકારી બાબુઓને પોતાનું કામ કરવું હોય તો તે મિનિટોમાં જ કરી લેતા હોય છે, પરંતુ હાલ એક સરકારી બાબુનો એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ હેરાન રહી જશો.

છત્તીસગઢના એક અધિકારીએ પાણીના બગાડનું ઉદાહરણ રજૂ કર્યું છે. છત્તીસગઢના કાંકેર જિલ્લાના પરાલકોટ જળાશયના કોયલીબેડા બ્લોકના ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ બિસ્વાસ મિત્રો સાથે ફરવા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેલ્ફી લેતી વખતે તેનો ફોન જળાશયમાં પડી ગયો. ફોનની કિંમત દોઢ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

તેનો ફોન કાઢવા માટે અધિકારીએ લગભગ 21 લાખ લિટર પાણી વહાવી દીધું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ પાણીથી 1500 એકર ખેતીની જમીનને સિંચાઈ કરી શકાઈ હોત. ઓફિસરનો ફોન મળ્યો પણ ફોન પણ કામ કરતો ન હતો. ફોન પડ્યા પછી, ફૂડ ઇન્સ્પેક્ટરે 30 હોર્સ પાવર પંપને બોલાવ્યો અને આખું તળાવ ખાલી કરાવ્યું.

જળ સંસાધન વિભાગના એસડીઓ રામલાલ ધીવરે પણ તળાવ ખાલી કરવા સંમતિ આપી હતી. બાદમાં મીડિયાને ખુલાસો આપતાં એસડીઓએ કહ્યું કે તેમણે 5 ફૂટ સુધી જગ્યા ખાલી કરવાની મંજૂરી આપી હતી પરંતુ તે 10 ફૂટ સુધી ખાલી કરવામાં આવી હતી. જળાશયની ઓવરફ્લો ટાંકીમાં 15 ફૂટ સુધી પાણી હતું.

રાજેશ વિશ્વાસનો ફોન મળ્યો પણ તે સ્વીચ ઓન પણ નહોતો. ડીએમ પ્રિયંકા શુક્લાને આ ઘટનાની જાણ થતાં જ તેમણે વિશ્વાસને સસ્પેન્ડ કરી દીધો હતો. આ ઘટના 21 મેની કહેવામાં આવી રહી છે, પરંતુ ગુરુવારે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Niraj Patel