અમદાવાદ : સેનાના લેફ્ટનન્ટ કર્નલ પરિવાર સાથે જોડાયા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ સેવામાં…આપી રહ્યા છે આ સેવા

અમદાવાદ : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના એક એવા સ્વયંસેવક જે દેશ સેવામાં પણ છે કાર્યરત, જાણો

અમદાવાદના ઓગણજ ખાતે પ્રખુમસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જે 15 ડિસેમ્બરથી લઇને 15 જાન્યુઆરી સુધી એટલે કે એક મહિનો ચાલવાનો છે. આ મહોત્સવમાં હજારો સ્વંયસેવકો સેવા આપી રહ્યાં છે પણ શું તમને ખબર છે કે, આ સ્વંયસેવકોમાં એક આર્મી ઓફિસર પણ સામેલ છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતા ઓફિસર અને તેમની દીકરી સ્વંયસેવકોમાં સામેલ છે.

અમદાવાદમાં 600 એકરમાં પથરાયેલા પ્રમુખસ્વામી નગરમાં અંદાજે 80 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે અને લોકો અહીં દેશ અને દુનિયાના ખુણે ખુણેથી આવી રહ્યા છે. ત્યારે ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદી અને તેમની પુત્રી પણ અહીં સેવા આપી રહ્યાં છે. પિતા અને પુત્રીનો સેવાનો અનોખો મહિમા અહી જોવા મળી રહ્યો છે. છેલ્લા 33 વર્ષથી લેફ્ટનન્ટ કર્નલ મનીષ મોદી સેનામાં ફરજ બજાવે છે અને તેઓ હાલ મેઘાલય ખાતે ફરજ બજાવી રહ્યા છે.

તેમણે પોતાની એક વર્ષની રજા બચાવી અને હાલમાં તેઓ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. તે એકલા નહિ પણ તેમના પત્ની અને પુત્રી પણ અહીં સેવા આપી રહ્યા છે. મનીષ મોદીએ સેવા માટે આર્મીમાંથી મળતી રજાઓ ન ભોગવી અને જે જમા થઈ તેનો ઉપયોગ અહીં સેવા આપવા કર્યો. તેઓ 35 દિવસની સેવા આપી રહ્યાં છે અને તેઓ સેનામાં છેલ્લા 33 વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે.

મીડિયા સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું કે તેઓ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ છે અને અત્યારે તેમની પોસ્ટિંગ શિલોંગ મેઘાલયમાં છે. તે અહીં 10 ડિસેમ્બરથી સેવા આપી રહ્યા છે અને પીઆર ડિપાર્ટમેન્ટમાં સ્ટેજ ગેસ્ટમાં છું. તેઓ તેમની પત્ની અને દીકરી સાથે અહીં સેવા આપવા આવ્યા છે અને તે મુળ અમદાવાદના વતની છે અને વડોદરામાં રહે છે, તેવું પણ તેમણે જણાવ્યુ હતુ.

તેમની પત્ની હાઉસવાઈફ છે અને તેઓ અહી રસોડામાં સેવા આપે છે. આ ઉપરાંત તેમની દીકરી જે પણ અહીં સેવા આપી રહી છે તે પાયલટ છે. તે અહીં ડેકોરેશનમાં સેવા આપી રહી છે. કોરોના દરમિયાન તેની પાયલટ ટ્રેનિંગ કમ્પલીટ થઈ હતી. અત્યારે શતાબ્દીમાં સેવા આપ્યા બાદ જોબ શરુ કરવાનું તેણે નક્કી કર્યું પણ 3 નવેમ્બરથી અહી સેવામાં છે.

Shah Jina