8 ફૂટ લાંબા કિંગ કોબરાની જોડે જઈ રહ્યો હતો 2 વર્ષનો બાળક, અચાનક એવું થયું કે

નાના શહેર અને ગામમાં સાપ મળવો એ સામાન્ય બાબત છે. માણસોએ જગ્યા જગ્યા કબ્જે કરીને ઘણા બધા જીવોને તેમના પ્રાકૃતિક પરિવેશથી દૂર કરી દીધા છે. ઇચ્છતા ના હોવા છતાં પણ જાનવર માણસો જોડે પહોંચી જાય છે અને વગર કારણે મૃત્યુ થાય છે.

આવો જ એક કિસ્સો ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં જોવા મળ્યો જ્યાં એક ઘરની પાસે 8 ફૂટ લાંબો કિંગ કોબરા સાપ નીકળ્યો હતો. સસ્મિતા ગુછાઈત નામની મહિલાના ઘરની પાસે સાપ નીકળ્યો હતો. સસ્મિતા ગુછાઈત અને તેના પતિ અકિલ મુંડાએ જોયું કે તેમનો 2 વર્ષનો બાળક સાપની પાસે જઈ રહ્યો હતો.

અકિલ મુંડાએ કહ્યું કે જ્યારે મેં જોયું કે મારો બાળક કિંગ કોબરાની નજીક જઈ રહ્યો છે, હું તરત જ બાળકને પકડીને અને અધિકારીઓને બોલાવવા માટે બારીની બહારની તરફ ભાગ્યો. અમે રેજ ઓફિસર કૃષ્ણા ગોછૈતને ફોન કરવા ગયા અને તેમને બધું કહ્યું. પછી એ મારી સાથે ઘરે પહોંચ્યા.

સસ્મિતાએ એ દિવસ પહેલા ક્યારેય પણ સાપ પકડ્યો હતો નહિ. પણ તેના બાળક પર આવેલી મુશ્કેલી સામે સસ્મિતાએ કઈ પણ વિચાર્યા વગર હાથથી જ ઝેરીલા સાપને પકડીને ત્યાંથી ખસેડી દીધો.

મહિલાએ કહ્યું કે એને સાપને બચાવીને વન વિભાગ અને રેજ ઓફિસરની મદદથી તેના પ્રાકૃતિક પરિવેશમાં મૂકીને આવ્યા હતા. સસ્મિતાએ કહ્યું કે, ‘હું અને મારા પતિ ગામ બાજુ ભાગ્યા. મેં પહેલી વાર ઘરની અંદર કિંગ કોબરા સાપ પકડ્યો હતો. હું વન વિભાગ અને રેજ ઓફિસરની આભારી છુ. જેમને અમારી ખુબ મદદ કરી.

Patel Meet