વધુ એક સેલિબ્રિટીનું નિધન થયું હતું: આ લોકપ્રિય સિંગરનું અચાનક નિધન થતા ફેન્સ શોકમાં ડૂબી ગયા

ઓલીવુડ પાર્શ્વ ગાયિકા ટપ્પુ મિશ્રાનું શનિવારે રાત્રે 19 June 2021 ના રોજ 11 વાગ્યે અવસાન થયું હતું. ટપ્પુ મિશ્રાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના બાદ થનારી તકલીફોની સારવાર ચાલી રહી હતી. સિંગર વેંટિલેટર સપોર્ટ પર હતી. ટપ્પુ મિશ્રાને 19 મેના રોજ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવવામાં આવી હતી.

પોપ્યુલર ઉડિયા પ્લેબેક સિંગર ટપ્પુ મિશ્રાની ભુવનેશ્વરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે 36 વર્ષની હતી અને તેના પિતાનું પણ 10 મેના રોજ કોરોનાને કારણે નિધન થયુ હતુ. સિંગરે શનિવારના રોજ જીવનના છેલ્લા શ્વાસ લીધા.

ઓલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ટપ્પુ મિશ્રા ફેમસ સિંગરમાંની એક છે. તેણે ઘણી ફિલ્મોમાં ગીત ગાયા છે. તેણે કરિયરની શરૂઆત 1995માં ફિલ્મ “કુલા નંદન”ના ગીતથી કરી હતી. તેણે લગભગ 500થી વધારે ગીતોમાં અવાજ આપ્યો છે.

ટપ્પુ મિશ્રાની સારવાર માટે રાજય સરકારના કલ્ચર ડિપાર્ટમેન્ટે તેમના આર્ટિસ્ટ્સ વેલફેર ફંડથી એક લાખ રૂપિયાની મદદ પહોંચાડી હતી. કારણ કે પરિવારના સભ્યો તેમને ECMO ટ્રીટમેન્ટ માટે કોલકાતા શિફટ કરવાની પ્લાનિંગ કરી રહ્યા હતા. આટલું જ નહિ, ઓડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ઓલિવુડે પણ સિંગરની સારવાર માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કરી દીધુ હતુ.

Shah Jina