નુસરતે બાળકને જન્મ આપ્યા પછી બનાવ્યું ગજબનું ફિગર, જોતા અક્કલ કામ નહીં કરે
TMC સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં અવાર નવાર ઘણા સમયથી ચર્ચામાં રહે છે. ટીમએસી સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં પુત્રને જન્મ આપ્યા પછી ચર્ચામાં છે. જોકે અભિનેત્રીએ ચાહકોને તેના પુત્રની તસવીર હજી સુધી દેખાડી નથી. થોડા દિવસો પહેલા અભિનેત્રી તેના પુત્રને મૂકીને કાશ્મીરના વાદળોમાં વેકેશન એન્જોય કરવા પહોંચી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.
તેવામાં ફરી એક વાર નુસરતે કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચી લીધું છે. ચાહકો અભિનેત્રીની તસવીરોને ખુબ લાઇક્સ કરી રહ્યા છે. તેમજ તેના બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તા પણ અભિનેત્રીની તસવીરોને લાઈક કરવાથી પોતાને રોકી શક્યા નહિ. લુકની વાત કરીએ તો નુસરત તસવીરોમાં લાલ અને સફેદ પ્રિન્ટ વાળા આઉટફિટમાં ખુબ જ ગોર્જીયસ લાગી રહી છે.
ક્રોપ ટોપની સાથે અભિનેત્રીએ મેચિંગ પેન્ટ પહેરેલું છે અને ઓપન જેકેટથી લુકને ડ્રેસ અપ કરેલું છે. ખુલ્લા વાળ પર મેચિંગ બેંડ અભિનેત્રીના લુકને સુંદર બનાવી રહ્યું છે. લુકને કમ્પ્લીટ કરતા અભિનેત્રીએ કેમેરાની સામે અલગ અલગ પોઝ આપી રહી હતી. ચાહકો બંગાળી બ્યુટીના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે.
તસ્વીરોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું : મને સારું લાગે છે કે જયારે હું તારી સામે જોવું છુ. અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો પર બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તાની પણ લાઈક આવી છે. નુસરત જહાંનું નામ છેલ્લા ઘણા સમયથી બંગાળી અભિનેતા યશદાસ ગુપ્તાની સાથે જોડવામાં આવી રહ્યું છે.
અભિનેત્રીના અફેરની ખબર સોશિયલ મીડિયા પર છવાયેલી હતી. જયારે નુસરત જહાં માતા બનવાની હતી તે દરમ્યાન પણ અભિનેત્રીની સાથે હોસ્પિટલમાં યશદાસ ગુપ્તા હાજર હતા. એટલું જ નહિ મીડિયા રિપોર્ટ અનુસાર બાળકના જન્મ સર્ફિંફિકેટ પર પણ પિતાના કોલમમાં યશદાસ ગુપ્તાનું જ નામ લખેલું હતું. નુસરત જહાં આ દિવસોમાં પોતાની પર અને બોયફ્રેન્ડ યશદાસ ગુપ્તાના પુત્ર પર ખુબ ધ્યાન આપી રહી છે. અભિનેત્રીએ 2 મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો જેના પછી અભિનેત્રી ખુબ ચર્ચામાં આવી હતી.
View this post on Instagram
બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અદાકારા અને ટીમએસની ચર્ચિત સાંસદ નુસરત જહાં છેલ્લા ઘણા દિવસોમાં તેની પ્રેગ્નેંસી અને લગ્ન તૂટવાને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. કહેવામાં આવે છે કે તેમનું અભિનેતા યશ દાસગુપ્તા સાથે અફેર છે. પરંતુ હવે નુસરતે શેર કરેલી તસવીર તો બીજી વાત પર જ ઇશારો કરી રહી છે. નુસરતે ઇશારો આપ્યો છે કે તેણે યશ સાથે લગ્ન કરી લીધા છે. તે બંને થોડા સમય પહેલા જ દીકરા યીશાનના પેરેન્ટ્સ બન્યા હતા. નુસરત તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચામાં રહે છે.
View this post on Instagram
10 ઓક્ટોબરના રોજ યશ દાસગુપ્તાનો જન્મદિવસ હતો. આ ખાસ અવસર પર નુસરતે અડધી રાત્રે યશને સરપ્રાઇઝ આપ્યુ હતુ, જેની તસવીરો તેણે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. આ સેલિબ્રેશનની તસવીરો શેર કરતા નુસરતે બધાને જણાવી દીધુ છે કે, યશ તેના બાળકના પિતા છે અને સાથે સાથે તેણે તે બંનેના સંબંધ પર પણ સસ્પેંસ ખત્મ કરતા યશને પતિ પણ જણાવ્યા.