નુસરત જહાં માતા બન્યા પછી પહેલી વાર પબ્લિક ઇવેન્ટમાં દેખાઈ, દીકરાના બાપ વિશે કહ્યું આ

બાળકના પપ્પાના સવાલ પર ભડકી ગઈ નુસરત જહાં, પછી જગજાહેર બાળકના બાપ વિશે કહ્યું આવું

બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં જેણે તાજેતરમાં જ માતા બનવાનો અનુભવ કર્યો છે તે હંમેશા તેમના અંગત જીવન માટે હેડલાઇન્સમાં રહે છે. તેણે પોતાના પુત્રનું નામ ઈશાન રાખ્યું છે. ત્યારથી ચાહકો તેમના બાળકના પિતાનું નામ જાણવા માટે બેચેન છે. ગયા મહિને માતા બન્યા બાદ નુસરત જહાં કોલકાતામાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી. આ દરમ્યાન તેમને કેટલાક વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

એક અહેવાલ મુજબ જ્યારે પત્રકારે નુસરત જહાંને તેના બેટર હાફ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, આ ખૂબ જ સ્પષ્ટ છે કોઈ પણ મહિલાના કિરદાર પર કાળો ડાઘ લગાવો એવું પૂછીને કે પિતા કોણ છે. બાળકના પિતા જાણે છે કે તેના પિતા કોણ છે અને અમે સાથે મળીને પરેન્ટહુડનો આનંદ માણી રહ્યા છીએ.

આ સિવાય પુત્રની પ્રથમ તસવીરને લગતા એક સવાલના જવાબમાં નુસરત જહાંએ કહ્યું કે તમારે તેના પિતાને પૂછવું જોઈએ કારણ કે તે પુત્રને કોઈને બતાવવા માંગતા નથી. તેણે કહ્યું કે આ એક નવું જીવન છે જાણે કે એક નવી શરૂઆત થઈ રહી છે.

જણાવી દઈએ કે કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે નુસરત જહાંના લગ્ન ઘણા વિવાદોમાં રહ્યા છે. તેમજ છૂટાછેડાની જાહેરાત બાદ પણ નુસરત જહાં અને નિખિલ જૈનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. નુસરત જહાંએ કહ્યું હતું કે નિખિલ સાથેના તેના લગ્ન અમાન્ય હતા કારણ કે તે તુર્કી રિવાજો અનુસાર કરવામાં આવ્યા હતા અને તેને ભારતમાં સ્પેશ્યિલ મેરેજ એક્ટ હેઠળ માન્યતા કરવામાં આવી નથી. તેથી છૂટાછેડાનો પ્રશ્ન જ નથી.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

તે નિખિલ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. નુસરતે એમ પણ કહ્યું કે માતૃત્વ એક મહાન લાગણી છે. તે એક નવું જીવન છે તે એક નવી શરૂઆત જેવું લાગે છે. નુસરત સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. તે તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. તાજેતરમાં જ નુસરતે તેના ચાહકોને તેના નવા લુકની ઝલક આપી હતી. તેણે ફોટોનો શ્રેય ‘ડેડી’ને આપ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, જેમની સલાહ તમે ન લો તેમની ટીકા પણ ન કરો.

 

View this post on Instagram

 

A post shared by E24 Bollywood (@e24official)

Patel Meet