ચાંદખેડાની આ સૌથી હોસ્પિટલમાં 7મા માળે નર્સ લટકી ગઈ, ચોંકાવનારું કારણ બહાર આવ્યું…
ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. કેટલીકવાર પ્રેમ પ્રસંગના કારણે તો કેટલીકવાર આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તો કેટલીકવાર માનસિક તણાવને કારણે આવી કેટલાક લોકો આપઘાતનું પગલુ ભરતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદની એક હોસ્પિટલમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં SMS હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ કે જે ત્રણ દિવસથી ગુમ હતી, તેની લાશ હોસ્પિટલના સાતમા માળેથી લટકતી હાલતમાં મળી આવી.
આ ઘટના બાદ ચકચારી મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ આત્મહત્યા કર્યું હોવાનું સામે આવ્યુ છે. યુવતી પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે અને તેમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 24 વર્ષિય નર્સ જીમી પરમાર એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી.
તે 12 જાન્યુઆરીએ હોસ્પિટલથી ઘરે પરત ફરી નહોતી, જેના કારણે પરિવારે પોલીસને જાણ કરી અને શરૂઆતમાં તો તે ગુમ થઈ હોવાની દિશામાં જ પોલીસે તપાસ હાથ ધરી હતી. પણ ત્રણ દિવસ બાદ હોસ્પિટલના જ સાતમા માળેથી તેની લટકતી હાલતમાં લાશ મળી આવી. ઘટનાની જાણ થતા જ ચાંદખેડા પોલીસે ત્યાં પહોંચી તપાસ હાથ ધરી અને ત્યારે જીમીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ.

મૃતદેહ પાસેથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી જેમાં મૃતકે લખ્યું હતું કે, હું મારી મરજીથી જ આ પગલું ભરું છું. આ ઉપરાંત તેમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ હતો. હાલ તો પ્રેમ પ્રકરણમાં જીમીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઘટના મામલે હોસ્પિટલના તંત્રની બેદરકારીનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.