આમિર ખાનના જમાઈ નૂપુરે ઘૂંટણીએ બેસીને દીકરી આયરાને કર્યું પ્રપોઝ, સગાઈની અંદરની તસવીરો થઇ વાયરલ, જુઓ

બોલીવુડના સ્ટાર્સની જેમ સ્ટાર કિડ્સ પણ સતત ચર્ચામાં રહેતા હોય છે. એવા જ એક બોલિવુડના સ્ટાર આમિર ખાનની દીકરી આયરા ખાન પણ સતત ચર્ચામાં રહે છે. આયરા ખાસ તેના રિલેશનને લઈને ખુબ જ ચર્ચામાં રહી છે. આયર છેલ્લા ઘણા સમયથી તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરેને ડેટ કરી રહી હતી. હવે આ બંનેએ પરિવારની હાજરીમાં સગાઈ પણ કરી લીધી છે અને સગાઈની ઘણી તસવીરો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

સામે આવેલી તસ્વીરોમાં નૂપુર આયરાને ઘૂંટણીએ બેસીને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. આ બંનેની સગાઈ 18 નવેમ્બરના રોજ થઇ હતી. એક પ્રાઇવેટ સેરેમનીમાં પરિવારના સદસ્યો અને કેટલાક મિત્રોની હાજરીમાં નૂપુર અને આયરા સગાઈના બંધનમાં બંધાઈ ગયા હતા. સગાઈમાં આમિર ખાને પણ “પાપા કહતે હે” ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો જેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

ત્યારે હવે નૂપુર શિખરેએ જ ઇન્સ્ટા પર આયરા સાથેની સગાઈની કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટમાં આ કપલને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. નૂપુરે સગાઈની ચાર તસવીરો શેર કરી છે. જેમાં આ કપલનો રોમાન્ટિક અંદાજ પણ જોવા મળી રહ્યો છે.

સગાઈની આ સ્વપ્નશીલ તસવીરો જોવા જેવી છે. આયરા સ્ટ્રેપલેસ રેડ ગાઉનમાં અદભૂત લાગી રહી હતી. બીજી તરફ નુપુર શિખરે પણ ખુબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો છે. નુપુરે સફેદ શર્ટ અને બ્લેક બો ટાઈ સાથે ક્લાસિક બ્લેક ટક્સીડો પહેર્યો હતો. નુપુર અને આયરાની જોડી મેડ ફોર ઈંચ અધર લાગી રહી હતી.

પ્રથમ તસવીરમાં કપલ હસતું અને કેમેરા સામે પોઝ આપી રહ્યું છે. બંને એકસાથે સુંદર લાગતા હતા. સગાઈના દિવસે નૂપુરે પણ પોતાની લેડીલવને ખાસ રીતે પ્રપોઝ કર્યું હતું. એક પરફેક્ટ જેન્ટલમેનની જેમ નૂપુર ઘૂંટણિયેપડી ગયો અને આયરાને પોતાના દિલની વાત કહી. આયરા અને નુપુરે સાથે ડાન્સ પણ કર્યો હતો.

Niraj Patel