વેરાવળના ડો.ચગ આપઘાત મામલામાં આવ્યો નવો વળાંક, રેન્જ આઇજી, SP, DYSPને હાઈકોર્ટમાં હાજર રહેવા હુકમનું ફરમાન

ડો. ચગ આત્મહત્યા કેસમાં જુનાગઢ IG, SP અને PIને હાઇકોર્ટે નોટિસ ફટકારી, જાણો શું છે મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી ચુક્યા છે. જેમાં કેટલાય લોકોએ આર્થિક તંગીના કારણે તો કોઈએ પ્રેમ પ્રસંગોમાં પણ આપઘાત કરી લીધો છે. તો ઘણીવાર કોઈના માનસિક હેરાન ગતિના કારણે પણ આપઘાત કરવાના મામલાઓ સામે આવી રહ્યા છે. એવો જ એક મામલો ગત 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળમાંથી સામે આવ્યો હતો.

આ મામલામાં વેરાવળમાં એક મોટું નામ ધરાવતા અને સેવાભાવી લોહાણા સમાજના અતુલ ચગે તેમની હોસ્પિટલના ઉપરના માળે આવેલા મકાનમાં પંખા પર લટકીને ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ડો. ચગે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ છોડી હતી. જેની નાદાર જૂનાગઢના mpઅને તેમના પિતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે તેમના પરિવારજનોએ જવાબદારોને ફરિયાદ નોંધવા વિનંતી કરી હતી. પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધી નહોતી.

ત્યારે હવે આ મામલામાં હાલ એક નવો વળાંક સામે આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા હવે જૂનાગઢના આઇજી, એસપી અને પીઆઇને નોટિસ ફટકારવામાં આવી છે. ડો. ચગે સુસાઇટ નોટમાં નારણભાઇ અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી હતી.

ડો. ચગનો પરિવાર 17 ફેબ્રુઆરીના રોજ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઇ ચુડાસમા સામે પુરાવાઓ એકત્ર કરીને ફરિયાદ નોંધાવવા ગયો હતો. વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા છતાં ફરિયાદ પર ધ્યાન ના આપતા પરિવારે ડીવાયએસપી, એસપી અને આઇજીને મળીને રુબરૂમાં પણ રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ પોલીસે વધુ પુરાવાની માગણી કરતા સીસીટીવી ફૂટેજ, ચેક અને મોબાઈલ સહિતના પુરાવા પણ આપ્યા હતા છતાં પોલીસે ફરિયાદ લીધી નહોતી.

આખરે પોલીસ કામગીરીથી નારાજ થયેલા પરિવારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં તેમણે આઇજી, એસપી, ડીવાયએસપી તથા વેરાવળ સિટી પીઆઇ સામે કન્ટેમ્પ્ટની અરજી પણ દાખલ કરી હતી. ત્યારે આ મામલાની ગંભીરતા જોતા 15 માર્ચના રોજ તપાસ અધિકારી પીઆઇ સુનિલ ઇશરાણીને હાજર રહેવા હુકમ કર્યો હતો. ત્યારે આ મામલે હવે જૂનાગઢના રેન્જ આઇજી, ગીર સોમનાથના એસપી, ડીવાયએસપી અને સિટી પીઆઇ સામે કન્ટેમ્પ્ટ નોટિસ ઇસ્યૂ કરી તેમને 28 માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે.

Niraj Patel